ધોનીને 2008માં સીએસકેએ ૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2023
હૅમર મૅન’ તરીકે ઓળખાતા મેડલીએ આઇપીએલ-ઑક્શન વખતે પોતાના પુત્ર માટે ધોની પાસે જે ઑટોગ્રાફ મેળવ્યા હતા એ તેમણે રવિવારે ટ્વિટર પર શૅર કર્યા હતા
૨૦૦૮માં આઇપીએલના સૌથી પહેલા ઑક્શનમાં એમ. એસ. ધોનીને ‘સોલ્ડ’ તરીકે જાહેર કરનાર યુકેના રિચર્ડ મેડલીએ રવિવારે ટ્વિટર પર પોતાના અકાઉન્ટમાં ધોનીને (સીએસકેને) વેચ્યાની ક્ષણ પોતાની કરીઅરની શ્રેષ્ઠ પળોમાં ગણાવી હતી. ‘હૅમર મૅન’ તરીકે ઓળખાતા મેડલીએ આઇપીએલ-ઑક્શન વખતે પોતાના પુત્ર માટે ધોની પાસે જે ઑટોગ્રાફ મેળવ્યા હતા એ તેમણે રવિવારે ટ્વિટર પર શૅર કર્યા હતા. ધોનીને ત્યારે સીએસકેએ ૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મેડલીનાં પત્ની પણ ઑક્શનની ઇવેન્ટની ઍન્કર છે.