બે વર્ષ પહેલાં તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, પણ પછી નિર્ણય ફેરવી નાખ્યો હ
અંબાતી રાયુડુ
૨૦૧૯માં વન-ડે વર્લ્ડ કપ વખતે ટીમ ઇન્ડિયામાં પોતાનો સમાવેશ ન થતાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર અંબાતી રાયુડુએ આઇપીએલમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ફાઇનલ ચેન્નઈ સુપર કિંગ્સના આ બૅટરની છેલ્લી આઇપીએલ મૅચ છે. બે વર્ષ પહેલાં તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, પણ પછી નિર્ણય ફેરવી નાખ્યો હતો. જોકે આ હૈદરાબાદીએ ગઈ કાલે ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘આ વખતે હું રિટાયરમેન્ટની બાબતમાં કોઈ યુ-ટર્ન નહીં લઉં. આઇપીએલમાં બે ગ્રેટ ટીમ (મુંબઈ, ચેન્નઈ)નું પ્રતિનિધિત્વ કર્યું, ૧૪ સીઝનમાં કુલ ૨૦૪ મૅચ રમ્યો જેમાં ૧૧ પ્લે-ઑફમાં રમવા મળ્યું, ૮ ફાઇનલ રમ્યો, પાંચ ટ્રોફી જીત્યો. મેં આ ગ્રેટ ટુર્નામેન્ટમાં ખૂબ એન્જૉય કર્યું, થૅન્ક યુ ઑલ, નો યુ-ટર્ન.’