અર્જુનની એક જ ઓવરમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૧ રનની લહાણી, ૧૪ સિક્સર અને ૧૫ ફોર સાથે પંજાબે બનાવ્યા ૮ વિકેટે ૨૧૪ રન
અર્જુન તેંડુલકર
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે પિતા સચિન તેન્ડુલકરને પુત્ર અર્જુન કમાલના પર્ફોર્મન્સ દ્વારા બર્થ-ડે ગિફ્ટ આપશે એવી આશાએ ઊમટી પડેલા ચાહકોને ભારે નિરાશ થવું પડ્યું હતું. અર્જુને પ્રથમ બે ઓવરમાં ૧૭ રન આપીને ડેન્જરમૅન પ્રભસિમરન સિંહ (૨૬)ની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી, પણ તેની ત્રીજી અને ઇનિંગ્સની ૧૬મી ઓવરમાં તેણે દાટ વાળ્યો હતો. એક વાઇટ, એક નો-બૉલ તેમ જ ત્રણ સિક્સ અને બે ફોર સાથે ૩૧ રન આપીને ચાહકોનો મૂડ બગાડી નાંખ્યો હતો.