IPL 2023: ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ વિરાટ કોહલીએ શાનદાર શતક ફટકાર્યો છે. તો, વિરાટટ કોહલીની સેન્ચુરી પર વાઈફ અનુષ્કા શર્માનું રિએક્શન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
વિરાટ કોહલી અનુષ્કા શર્મા
ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) વિરુદ્ધ મહત્વની મેચમાં વિરાટ કોહલીએ સેન્ચુરી ફટકારી છે. વિરાટ કોહલીએ 61 બૉલ પર 101 રન્સ ફટકારી પવેલિયનમાં નોટઆઉટ પાછો ફર્યો હતો. તેણે પોતાની બેટિંગમાં 13 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. આ ઈનિંગ થકી રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોરે ગુજરાત ટાઈટન્સ સામે જીતવા માટે 198 રન્સનું લક્ષ્ય રાખ્યું છે. વિરાટ કોહલીએ સતત બીજી મેચમાં સેન્ચુરીનો આંકડો પાર કર્યો. આ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ વિરાટ કોહલીએ સેન્ચુરી ફટકારી હતી.
અનુષ્કા શર્માની વિરાટ કોહલીને ફ્લાઈંગ કિસ
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હકિકતે, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જોવા મળે છે. વિરાટ કોહલીએ શતક ફટકાર્યા બાદ અનુષ્કા શર્મા જોઈ રહ્યો છે. જેના પછી અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને ફ્લાઈંગ કિસ આપી. અનુષ્કા શર્માનું વિરાટ કોહલીનું ફ્લાઈંગ કિસ આપતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યૂઝર્સ સતત કોમેન્ટસ કરી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
ADVERTISEMENT
Hyd chudaledu ga live lo...malli repeat chesadu @AnushkaSharma neekosam ❤️
— Kumar :) (@MSKumar143) May 21, 2023
Man of massss @imVkohli ?pic.twitter.com/D8mBmVufVz
આ પણ વાંચો : `ચિંતા ન કરશો, સામાન્ય લોકોને કોઈ સમસ્યા ન થાય એવી...` 2000ની નોટ પર RBI શું કહ્યું?
ગુજરાત ટાઈટન્સ સામે 198 રન્સનું હતું લક્ષ્ય
જણાવવાનું કે આ પેહલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હત. ટૉસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી રૉયલ ચેલેન્જર્સ બેન્ગલૉરે શાનદાર શરૂઆત કરી. રૉયસ ચેલેન્જર્સ બેન્ગલૉરના ઓપનર ફૉફ ડુ પ્લેસીઅને વિરાટ કોહલીએ 7.1 ઓવરમાં 67 રન્સ ફટકાર્યા. જો કે, ત્યાર બાદ રૉયલ ચેલેન્જર્સ બેન્ગલૉરના બેટ્સમેન સતત આઉટ થતા ગયા. ખાસ કરીને, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, અને મહિપાલ લોમરોરે નિરાશ કર્યા. તો, માઈકલ બ્રેસવેલે 16 બૉલમાં 26 રન જ્યારે અનુજ રાવતે 15 બૉલમાં 23 રન્સ ફટકાર્યા હતા.

