પૂર્વ ક્રિકેટર અને હાલના કમેન્ટેટર આકાશ ચોપડાનો રિપૉર્ટ કોવિડ પૉઝિટીવ આવ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે હવે તે કેટલાક દિવસ સુધી IPL 2023માં કમેન્ટ્રી કરતા જોવા નહીં મળે.
IPL 2023
પ્રતીકાત્મક તસવીર
ભારત સહિત વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ફરી વધવા માંડ્યા છે. તો, હવે ક્રિકેટ (Cricket) ચાહકો માટે ખરાબ સમાચાર છે. હકિકતે, પૂર્વ ક્રિકેટર અને વર્તમાનમાં કમેન્ટેટર આકાશ ચોપડાનો રિપૉર્ટ કોરોના વાયરસ પૉઝિટીવ આવ્યો છે. હાલ, આકાશ ચોપડા આઈપીએલ 2023માં જિયો સિનેમાની કમેન્ટ્રી ટીમનો ભાગ છે. જો કે, તેમણે પોતાના યૂટ્યૂબ ચેનલના કમ્યૂનિટી પોસ્ટ દ્વારા સૌથી પહેલા આ વાતનો ખુલાસો કર્યો. આકાશ ચોપડાએ જણાવ્યું કે હવે તે થોડાંક દિવસ સુધી IPL 2023માં કમેન્ટ્રી નહીં કરી શકે.
આકાશ ચોપડાએ શું કહ્યું?
આઈપીએલ 2023માં આકાશ ચોપડા જિયો સિનેમા માટે હિન્દી કમેન્ટ્રી કરી રહ્યા હતા. હવે તેમણે પોતાના કમ્યુનિટી પોસ્ટ શૅર કરતા લખ્યું, "રુકાવટ કે લિએ ખેદ હૈ... કોવિડે ફરી સ્ટ્રાઈક કરી છે. થોડાક દિવસ માટે કમેન્ટ્રી બૉક્સમાં નહીં દેખાઉં. અહીં પણ કૉન્ટેન્ટ થોડું ઓછું આવી શકે છે. ગળું ખરાબ...તો અવાજનો લોચો. જોઈ લેજો ભાઈઓ.. ખરાબ નહીં માનતા. લક્ષણ સામાન્ય છે. ભગવાનનો આભાર." જો કે, સોશિયલ મીડિયા પર આકાશ ચોપડાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો, સોશિયલ મીડિયા યૂઝર્સ સતત કોમેન્ટ્સ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : Navi Mumbaiમાં વધશે ટ્રાફિક જામ, મુમ્બ્રા બાયપાસ બંધ થવાની સાઇડ ઇફેક્ટ
આજે દિલ્હી કેપિટલ્સની સામે ગુજરાત ટાઈટન્સને પડકાર
આઈપીએલની વાત કરીએ તો આજે દિલ્હી કેપિટલ્સની સામે ગુજરાત ટાઈટન્સનો સામનો થશે. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટટાઈટન્સ વચ્ચે આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવશે. તો, બન્ને ટીમ વચ્ચે આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યા હતા. જ્યારે દિલ્હી કેપિટલ્સને લખનઉ સુપર જાએન્ટ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સ પોતાની જીતના સિલસિલાને જાળવી રાખવાના ઇરાદા સાથે જ મેદાનમાં ઉતરશે. જ્યારે ડેવિડ વૉર્નરની ટીમ પહેલી જીતની શોધમાં છે.