તસવીરો વાઇરલ
IPL 2022
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આઇપીએલ એન્ટરટેઇનિંગ ક્રિકેટ તરીકે ઓળખાતી સ્પર્ધા જરૂર છે, પરંતુ એની મૅચ દરમ્યાન કોઈ પ્રેમી યુગલ ખુલ્લેઆમ રોમૅન્સ કરે એની તસવીરો વાઇરલ થયા વિના રહે નહીં. શનિવારે પુણેના સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ દરમ્યાન એક સ્ટૅન્ડમાં કિસ કરી રહેલું આ યુગલ એક કૅમેરામૅનની નજરમાં આવી ગયું હતું અને પછી તેમનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો. તેમના આ કરતૂત વખતે બાજુમાં બેઠેલી મહિલા ડાબી બાજુ ફરીને બેઠી હતી અને આ અશ્લીલ કૃત્ય વિશે અણગમો વ્યક્ત કર્યો હતો. મીડિયામાં આ કપલ વિશે ઘણી કમેન્ટ્સ કરવામાં આવી હતી.