મૉર્ગને હૈદરાબાદ સામે ૬ વિકેટે જીત્યા બાદ કહ્યું કે ટુર્નામેન્ટના આ તબક્કામાં કે પછી એમ કહ્યું કે સમગ્ર ટુર્નામેન્ટમાં હું રન નથી બનાવી શક્યો
ઇયોન મૉર્ગન
કલકત્તાની ટીમના કૅપ્ટન ઇયોન મૉર્ગને સ્વીકાર્યું કે હું આઇપીએલમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છું, પરંતુ ઝડપથી મોટી ઇનિંગ્સ રમીશ એવો મને વિશ્વાસ છે. ચેન્નઈ, દિલ્હી અને બૅન્ગલોરની ટીમ પહેલાં જ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે. મૉર્ગને હૈદરાબાદ સામે ૬ વિકેટે જીત્યા બાદ કહ્યું કે ટુર્નામેન્ટના આ તબક્કામાં કે પછી એમ કહ્યું કે સમગ્ર ટુર્નામેન્ટમાં હું રન નથી બનાવી શક્યો. મારું માનવું છે કે જો તમે લાંબા સમય સુધી સારું પ્રદર્શન નથી કરી શકતા તો તમે સારી ઇનિંગ્સ રમવાથી બહુ નજીક હો છો.’
મૉર્ગને અત્યાર સુધી ૧૨ ઇનિંગ્સમાં માત્ર ૧૧૧ રન જ બનાવ્યા છે, જેમાં સૌથી વધુ નૉટઆઉટ ૪૭ રન છે. કલકત્તાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી વિશે મૉર્ગને કહ્યું કે ટીમ ભાગ્યશાળી છે કે અમારી પાસે આ બન્ને ખેલાડી છે. નારાયણ લાંબા સમયથી ફ્રૅન્ચાઇઝીનો મહત્ત્વનો ખેલાડી છે.