Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > UAEમાં રમાનારા T20 વર્લ્ડ કપ માટે બૅન્ગલોરમાં આજથી તૈયારી શરૂ કરશે ભારતીય મહિલા ક્રિકેટરો

UAEમાં રમાનારા T20 વર્લ્ડ કપ માટે બૅન્ગલોરમાં આજથી તૈયારી શરૂ કરશે ભારતીય મહિલા ક્રિકેટરો

Published : 10 September, 2024 07:49 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચ રમીને ભારતીય ક્રિકેટર્સ વર્લ્ડ કપ માટે તૈયાર થશે

ભારતીય મહિલા ક્રિકેટર

ભારતીય મહિલા ક્રિકેટર


યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ત્રીજી ઑક્ટોબરથી આયોજિત મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય મહિલા ટીમ આજથી પુરજોશમાં તૈયારીઓ શરૂ કરશે. બૅન્ગલોરસ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA)માં આજથી હેડ કોચ અમોલ મઝુમદારની દેખરેખ હેઠળ ૧૦ દિવસનો સ્કિલ કૅમ્પ શરૂ થશે. અહેવાલો અનુસાર વિકેટકીપર-બૅટ્સમૅન યસ્તિકા ભાટિયા ઘૂંટણની ઈજામાંથી અને ઑફ સ્પિનર શ્રેયંકા પાટીલ આંગળીના ફ્રૅક્ચરમાંથી સ્વસ્થ થઈ ગઈ છે. આ બન્ને આજે ટીમ સાથે જોવા મળશે.


ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચ રમીને ભારતીય ક્રિકેટર્સ વર્લ્ડ કપ માટે તૈયાર થશે. સ્કિલ કૅમ્પ બાદ ચાર દિવસના બ્રેક બાદ હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની ૨૪ સપ્ટેમ્બરે મુંબઈ ઍરપોર્ટથી UAE માટે રવાના થશે. ભારતીય ટીમની પહેલી ટક્કર ચોથી ઑક્ટોબરે ન્યુ ઝીલૅન્ડ સામે થશે. છેલ્લા આઠ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ક્યારેય ચૅમ્પિયન બની શકી નથી. આ ટીમ ૨૦૨૦માં ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારીને રનર-અપ ટીમ રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2024 07:49 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK