ટેસ્ટ-સિરીઝ પહેલાં ભારતે માત્ર પહેલી ટેસ્ટ માટે જ્યારે બંગલાદેશની ટીમે આખી ટેસ્ટ-સિરીઝ માટે ૧૬ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી હતી
જસપ્રીત બુમરાહ
બંગલાદેશ સામેની બે ટેસ્ટની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવ્યા બાદ ભારતીય ટીમ ૨૭ સપ્ટેમ્બરથી એક ઑક્ટોબર વચ્ચે કાનપુરના ગ્રીન પાર્કમાં બીજી ટેસ્ટ રમવા ઊતરશે. ભારતીય ક્રિકેટ
બોર્ડે જાહેરાત કરી હતી કે સિલેક્ટર્સે બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી અને આ જ ટીમ જાળવી રાખી છે.
ભારતીય ટીમના વ્યસ્ત ટેસ્ટ શેડ્યુલને ધ્યાનમાં રાખીને આગામી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપીને યુવા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. ટેસ્ટ-સિરીઝ પહેલાં ભારતે માત્ર પહેલી ટેસ્ટ માટે જ્યારે બંગલાદેશની ટીમે આખી ટેસ્ટ-સિરીઝ માટે ૧૬ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી હતી.