ફેસબુક પર દોસ્તી અને ઇન્સ્ટાગ્રામ પર ડિવૉર્સ : આયશા મુખર્જી ભારતીય ટીમના ગબ્બરથી ઉંમરમાં દસ વર્ષ મોટી છે : બન્નેને સાત વર્ષનો દીકરો જોરાવર છે
શિખર ધવન અને આયશા મુખર્જી
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન ‘ગબ્બર’ તરીકે ઓળખાતા શિખર ધવન (Shikhar Dhawan) અને પત્ની આયશા મુખર્જી (Shikhar Dhawan)ના ડિવૉર્સ થઈ ગયા છે. આયશાએ ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને છૂટાછેડા થયા હોવાની બવાત જણાવી છે. પરંતુ હજી સુધી ગબ્બર તરફતી આ બાબતે કોઈ નિવેદન નથી. તેણે તો ઇન્સ્ટાગ્રામ પર એક મોટિવેશનલ પોસ્ટ કરી છે. ફેસબુક પર થયેલી દોસ્તી પ્રેમમાં પરિણમી અને લગ્ન સુધી પહોંચી. ત્યારબાદ આજે ૯ વર્ષ પછી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા છૂટાછેડાની જાહેરાત કરી છે.
શિખર ધવન અને આયશા મુખર્જીએ વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૧૪માં દીકરા જોરાવરને જન્મ આપ્યો હતો. કોલકાતામાં જન્મેલી આયશાની માતા બંગાળી અને પિતા ઓસ્ટ્રેલિયન હતા. તે જ્યારે ૮ વર્ષની હતી ત્યારે ભારત છોડીને જતી રહી હતી. આયશાએ વિદેશમાં વસવાટ કરવાની સાથે પોતાને મેન્ટલી અને ફિઝિકસલી ફિટ રાખલાની તૈયારીઓ શરૂ કરવા માટે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં હાથ અજમાવ્યો હતો. આયશા પ્રોફેશનલી કિક બોક્સર છે. આયશાના શિખર સાથેના બીજા લગ્ન હતા. તે શિખર કરતા ઉંમરમાં ૧૦ વર્ષ મોટી છે.
ADVERTISEMENT
એક દિવસ શિખર ધવન અને હરભજન સિંહ સાથે બેઠા હતા અને આ દરમિયાન હરભજનના અકાઉન્ટ પર ધવને આયશાનો ફોટો જોયો. ત્યારબાદ તેણે આયશાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી. સમય જતાં બન્ને દોસ્ત બની ગયા અને પછી વાતચીતનો દોર શરુ થયા બાદ એક બીજાના પ્રેમમાં પડ્યા હતા. મીડિયા અહેવાલો પ્રમાણે, બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા અને એટલી વાતચીત કરતા હતા કે આયશા સાથે ચેટિંગ કરવાના ચક્કરમાં એકવાર શિખરની ફ્લાઈટ મીસ થઈ ગઈ હતી. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી શિખરે આયશાને પ્રપોઝ કર્યું હતું. શરુઆતમાં ધવનનો પરિવાર આ લગ્ન માટે રાજી નહોતો. તેના મુખ્ય કારણો હતા આયશા અને શિખર વચ્ચે ઉંમરનો તફાવત, પહેલા પતિ સાથેના છૂટાછેડા અને બે સંતાનની માતા. જોકે, ધવને પરિવાને આ સંબંધ માટે રાજી કર્યા હતા અને પછી બન્નેએ વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. એટલું જ નહીં, ધવને આયશાની બન્ને દીકરીઓ રિયા અને આલિયાહને પણ અપનાવી હતી. વર્ષ ૨૦૧૪માં ધવન અને આયશાના દીકરા જોરાવરનો જન્મ થયો હતો.
ડિવૉર્સની જાહેરત આયશાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા કરી હતી. આયશાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘પહેલી વાર ડિવૉર્સ થયા ત્યારે હું ખૂબ ડરી ગઈ હતી. મને લાગ્યું હતું હું નિષ્ફળ રહી છું અને એ સમયે ઘણી ભૂલો કરી રહી હતી. મને લાગ્યું મેં બધાને નીચાજોણું કર્યું છે અને માતાપિતાને દુખી કર્યાં છે. મેં ભગવાનનું પણ અપમાન કર્યું હોય એવું મને લાગતું હતું. ડિવૉર્સ એક ખરાબ શબ્દ છે અને વિચારો કે મારી સાથે બીજી વાર એવું થયું છે. આ ભયાનક છે. એક વાર ડિવૉર્સ લીધા બાદ બીજી વાર મને લાગ્યું કે મારું બધું જ દાવ પર છે. મારે ઘણું બધું સાબિત કરવાનું હતું એટલે બીજી વાર મારાં લગ્ન તૂટ્યાં એ બહુ જ ખરાબ હતું. પહેલી વાર જે ભાવનાઓમાંથી પસાર થઈ હતી એ ફરી આવી ગઈ છે’.
જોકે, શિખર ધવને ડિવૉર્સ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી. પરંતુ આયશાના ડિવૉર્સના પોસ્ટ બાદ તેણે ઇન્સ્ટાગ્રામ પર એક મોટિવેશનલ પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે પોતાના સપના અને લક્ષ્યને હાંસલ કરવા માટે તનતોડ મહેનત અને પરિશ્રમ કરવાની વાતનો ઉલ્લેખ કર્યો છે.
View this post on Instagram
એટલું જ નહીં, આયશાએ ધવનના નામ સાથેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું હોવાના અહેવાલ છે. આ બધામાં બન્નેના ડિવૉર્સનું કારણ શું છે તે ફૅન્સને ખબર નથી. એટલે તે જાણવા માટે સહુ કોઈ આતુર છે.