ભારતીય બોલિંગ-કોચ મૉર્ને મૉર્કલ માને છે કે... ‘મારા માટે રવીન્દ્ર જાડેજા એક ખેલાડી તરીકે કમ્પ્લીટ પૅકેજ છે. તે બૅટિંગ કરે છે, બોલિંગ કરે છે અને તે એક એવો ખેલાડી છે જે મેદાન પર જાદુ કરે છે.`
કોચ મૉર્ને મૉર્કલ, રવીન્દ્ર જાડેજા
ભારતીય ટીમના બોલિંગ કોચ મૉર્ને મૉર્કલે હાલમાં ભારતના બોલિંગ યુનિટની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘મારા માટે રવીન્દ્ર જાડેજા એક ખેલાડી તરીકે કમ્પ્લીટ પૅકેજ છે. તે બૅટિંગ કરે છે, બોલિંગ કરે છે અને તે એક એવો ખેલાડી છે જે મેદાન પર જાદુ કરે છે. કોઈ પણ સમયે તે મૅચનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. તે એક એવો ખેલાડી છે જેને તમે હંમેશાં તમારી ટીમમાં રાખવા ઇચ્છો છો. તે ક્યારેય સખત મહેનત કરવાથી ડરતો નથી.’
ભારતના દિગ્ગજ સ્પિનરોની જોડી વિશે વાત કરતાં મૉર્કલે કહ્યું હતું કે ‘જાડેજા અને રવિચન્દ્રન અશ્વિનની જોડી છેલ્લાં કેટલાંક વર્ષોમાં હરીફ ટીમોના બૅટ્સમેનોને જકડવામાં મોટા ભાગે સફળ રહી છે. આ બન્નેએ બૅટ્સમેનોને સરળતાથી રન બનાવવાની તક આપી નથી. જો આ બન્ને બોલરો એકસાથે બોલિંગ કરે તો બૅટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. કાનપુર
ટેસ્ટમાં વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે તેમની બોલિંગ ભાગીદારી ખૂબ જ સફળ રહી.’