દિલ્હી કૅપિટલ્સે તેને ૧૩.૨૫ કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે. એથી તેના પર IPL 2025ના મેગા ઑક્શનને લઈને કોઈ પ્રેશર નથી.
કુલદીપ યાદવ
ભારતીય સ્પિનર કુલદીપ યાદવે જર્મનીના મ્યુનિકમાં પીઠની ઈજા માટે સફળ સર્જરી કરાવી છે. જંઘામૂળમાં દુખાવાની સમસ્યાને કારણસર તેની બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે ટીમમાં પસંદગી કરવામાં આવી નહોતી. ડાબા જંઘામૂળની આ લાંબી સમસ્યાના લાંબા ગાળાના ઉકેલ માટે BCCI દ્વારા તેને સેન્ટર ઑફ એક્સલન્સમાં મોકલવામાં આવ્યો હતો જ્યાંથી તેને સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હતી. સર્જરી બાદ તેણે મ્યુનિક ટૂરના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.
કુલદીપ છેલ્લે ન્યુ ઝીલૅન્ડ સામે બૅન્ગલોર ટેસ્ટમાં રમ્યો હતો. 2025માં ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં તેની સંપૂર્ણ ફિટ થવાની સંભાવના છે. દિલ્હી કૅપિટલ્સે તેને ૧૩.૨૫ કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે. એથી તેના પર IPL 2025ના મેગા ઑક્શનને લઈને કોઈ પ્રેશર નથી.