મુંબઈ સામે ચેન્નઈ છેલ્લી પાંચમાંથી ચાર મૅચ જીત્યું છે, છેલ્લે મે ૨૦૨૨માં મુંબઈએ મારી હતી બાજી
ચેપૉકમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મળ્યા બન્ને ટીમના કૅપ્ટન્સ સૂર્યકુમાર યાદવ અને ઋતુરાજ ગાયકવાડ.
IPL 2025ની પહેલાં ડબલ હેડરમાં આજની બીજી અને ટુર્નામેન્ટની ત્રીજી મૅચ ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. કૅપ્ટન હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિના મુંબઈની ટીમ સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ૧૮મી સીઝનની શરૂઆત કરશે. ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચાહર જેવા ફાસ્ટ બોલર્સ પર મુંબઈનો દબદબો જાળવી રાખવાની જવાબદારી રહેશે. ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં CSK રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા સહિતના સ્પિનર્સની મદદથી મજબૂત આક્રમણ કરવાનો પ્રયાસ કરશે.
ચેપૉકમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મહેન્દ્ર સિંહ ધોની ખૂબ જ સ્ફૂર્તિથી ફુટબૉલ રમતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આ બન્ને ટીમ વચ્ચેની ટક્કરમાં મુંબઈનો રેકૉર્ડ વધુ સારો છે, પણ ચેન્નઈ સામે છેલ્લી પાંચમાંથી માત્ર એક મૅચ જીતી શક્યું છે. છેલ્લે મે ૨૦૨૨માં મુંબઈએ આ હરીફ ટીમ સામે બાજી મારી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સામે મુંબઈએ છેલ્લે એપ્રિલ ૨૦૧૯માં જીત મેળવી હતી. જોકે ત્યારથી હમણાં સુધી બન્ને ટીમ વચ્ચે ૨૦૨૩માં એકમાત્ર મૅચ આ સ્ટેડિયમમાં રમાઈ હતી.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૩૭ |
MIની જીત |
૨૦ |
CSKની જીત |
૧૭ |
ચેપૉકમાં આમને-સામને બન્ને ટીમનો રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૦૮ |
MIની જીત |
૦૫ |
CSKની જીત |
૦૩ |
હિટમૅને ગ્લવ્ઝ પર લખાવ્યું છે ફૅમિલીનું નામ?
મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ સોશ્યલ મીડિયા પર એક ક્લિપ શૅર કરી છે જેમાં રોહિત શર્મા નેટ્સમાં બૅટિંગ કરતો જોવા મળે છે. MIએ રોહિતના બૅટિંગ ગ્લવ્ઝ પર લખેલા SARને હાઇલાઇટ કર્યું છે અને ફૅન્સને એ ડીકોડ કરવા કહ્યું છે. કેટલાક ફૅન્સે અનુમાન લગાવ્યું હતું કે SARનો અર્થ સમાયરા, અહાન અને રિતિકા છે. T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ બાદ હિટમૅન રોહિત શર્મા IPL દરમ્યાન પહેલી વાર T20 ફૉર્મેટ રમતો જોવા મળશે.
મૅચનો સમય
સાંજે ૭.૩૦ વાગ્યાથી

