૯ વિકેટે ૧૫૧ના સ્કોર સામે કલકત્તાએ ૧૭.૩ ઓવરમાં બે વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો, ક્વિન્ટન ડીકૉકના ૬૧ બૉલમાં અણનમ ૯૭
ક્વિન્ટન ડીકૉકે ૬૧ બૉલમાં ૮ ફોર અને ૬ સિક્સર સાથે ૯૭ રન કર્યા હતા.
ગઈ કાલે ગુવાહાટીમાં રમાયેલી મૅચમાં રાજસ્થાન રૉયલ્સે IPL 2025નો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાનને ૨૦ ઓવરમાં માત્ર ૧૫૧ રન બનાવવા દીધા હતા અને ૯ વિકેટ લઈ લીધી હતી. રાજસ્થાન વતી સૌથી વધુ રન (૨૮ બૉલમાં ૩૩) ધ્રુવ જુરેલે કર્યા હતા. યશસ્વી જાયસવાલે ૨૪ બૉલમાં ૨૯ અને રિયાન પરાગે ૧૫ બૉલમાં ૨૫ રન કર્યા હતા. વરુણ ચક્રવર્તી, મોઈન અલી, હર્ષિત રાણા અને વૈભવ અરોરાએ બે-બે વિકેટ લીધી હતી. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૭.૩ ઓરવમાં બે વિકેટે ૧૫૩ રન કરીને મૅચ જીતી લીધી હતી. ઓપનર ક્વિન્ટન ડીકૉકે ૬૧ બૉલમાં ૯૭ રન કર્યા હતા જેમાં ૮ ફોર અને ૬ સિક્સનો સમાવેશ હતો. સતત બીજા પરાજય સાથે રાજસ્થાન પૉઇન્ટ્સ ટેબલમાં તળિયે છે.

