ચેન્નઈ સૌથી અનુભવી ટીમ, જ્યારે લખનઉ પાસે સૌથી ઓછો અનુભવ: ગુજરાત ટાઇટન્સની જીતની ટકાવારી સૌથી વધારે, પંજાબની સૌથી ઓછી
ઇન્ડિયન પ્રીમિયર લીગ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝન આજે બાવીસ માર્ચથી શરૂ થઈ રહી છે. ભાગ લઈ રહેલી ૧૦ ટીમ આ સીઝનમાં ૧૪ લીગ મૅચ રમશે. તેઓ તેમના ગ્રુપની ચાર ટીમ અને બીજા ગ્રુપમાં સમાન હરોળની ટીમનો સામનો હોમ અને અવે મૅચમાં કરશે. દરેક ટીમ બીજા ગ્રુપની બાકીની ચાર ટીમ સાથે પણ એક-એક વખત રમશે. દરેક ટીમ હોમ ગ્રાઉન્ડ પર ૭ મૅચ રમશે. ભારતના ૧૩ વેન્યુ પર ઑલમોસ્ટ બે મહિનામાં ૭૪ મૅચ રમાશે, જેમાં ૧૨ વાર ડબલ-હેડર મૅચ રમાશે.
ગ્રુપ-સ્ટેજના અંતે ટૉપ ફોર ટીમ પ્લેઑફ માટે ક્વૉલિફાય થશે. ટોચની બે ટીમ ફાઇનલમાં સીધા પ્રવેશ માટે હૈદરાબાદમાં પ્રથમ ક્વૉલિફાયર (૨૦ મે) રમશે. ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો હૈદરાબાદમાં એલિમિનેટર (૨૧ મે) મુકાબલામાં ટકરાશે. એ મૅચની વિજેતા ટીમ ક્વૉલિફાયર-ટૂમાં (૨૩ મે) પ્રથમ ક્વૉલિફિકેશન ગેમમાં હારેલી ટીમ સાથે કલક્તામાં રમશે. એ મૅચની વિજેતા ટીમને કલકત્તામાં આયોજિત IPL 2025 ફાઇનલ (૨૫ મે)માં ભાગ લેવાની તક મળશે.
ADVERTISEMENT
આ સીઝનની ૧૦ ટીમમાંથી ગુજરાત ટાઇટન્સ (૫૯.૫૭) સૌથી વધુ જીતની ટકાવારી ધરાવે છે, જ્યારે પંજાબ કિંગ્સ (૪૪.૩૦) સૌથી ઓછી જીતની ટકાવારી ધરાવે છે. ચેન્નઈ, ગુજરાત અને પંજાબ પાસે પચીસ સભ્યોની ફુલ સ્ક્વૉડ છે, જ્યારે હૈદરાબાદ અને રાજસ્થાન સૌથી ઓછી વીસ સભ્યોની સ્ક્વૉડ ધરાવે છે. દસ ટીમમાંથી ચેન્નઈની સ્ક્વૉડ (૧૩૪૮ મૅચ) પાસે સૌથી વધુ IPL મૅચ રમવાનો અનુભવ છે, જ્યારે રિષભ પંતની લખનઉ ટીમ (૬૮૮ મૅચ)ના પ્લેયર્સ પાસે સૌથી ઓછો અનુભવ છે.
કલકત્તામાં રમાનારી ૬ એપ્રિલની IPL મૅચ શિફ્ટ થશે
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ૬ એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં રમાનારી IPL મૅચ ગુવાહાટી ખસેડવામાં આવશે, કારણ કે પોલીસે શહેરમાં રામનવમીના દિવસે મૅચ માટે સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે પણ રામનવમી પર સુરક્ષા-વ્યવસ્થાના અભાવે KKR અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની IPL મૅચની તારીખ બદલવી પડી હતી.
સ્ક્વૉડના સભ્યો અને IPLનો કુલ અનુભવ |
|
ચેન્નઈ (૨૫ સભ્ય) |
૧૩૪૮ મૅચ |
કલકત્તા (૨૧ સભ્ય) |
૧૨૩૨ મૅચ |
મુંબઈ (૨૩ સભ્ય) |
૧૦૪૮ મૅચ |
ગુજરાત (૨૫ સભ્ય) |
૧૦૧૮ મૅચ |
દિલ્હી (૨૩ સભ્ય) |
૯૦૯ મૅચ |
બૅન્ગલોર (૨૨ સભ્ય) |
૮૯૮ મૅચ |
પંજાબ (૨૫ સભ્ય) |
૮૧૫ મૅચ |
રાજસ્થાન (૨૦ સભ્ય) |
૭૯૭ મૅચ |
હૈદરાબાદ (૨૦ સભ્ય) |
૭૭૭ મૅચ |
લખનઉ (૨૪ સભ્ય) |
૬૮૮ મૅચ |
IPLમાં દરેક ટીમની જીતની ટકાવારી
ગુજરાત - ૫૯.૫૭
ચેન્નઈ - ૫૭.૭૪
લખનઉ - ૫૪.૫૪
મુંબઈ - ૫૪.૪૦
કલક્તા - ૫૧.૫૮
રાજસ્થાન - ૪૯.૫૪
બૅન્ગલોર - ૪૭.૨૭
હૈદરાબાદ - ૪૭.૮૦
દિલ્હી - ૪૪.૪૪
પંજાબ - ૪૪.૩૦
5
આટલી વાર સૌથી વધુ ટાઇટલ જીતી છે. મુંબઈ-ચેન્નઈ. કલકત્તા ત્રણ ટાઇટલ સાથે ત્રીજા ક્રમે છે
IPL 2025 દરમ્યાન ભારતનાં ૫૦ શહેરોમાં યોજાશે ફૅન પાર્ક
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝન દરમ્યાન ભારતનાં ૨૩ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશનાં કુલ ૫૦ શહેરોમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ફૅન પાર્કનું આયોજન કરશે. આ ફૅન પાર્કમાં સંગીત, મનોરંજન, ફૂડ-કોર્ટ, બાળકો માટે રમતનો ઝોન અને વર્ચ્યુઅલ બૅટિંગ ઝોન સહિતની સુવિધાઓ સાથે ક્રિકેટ ફૅન્સ લાઇવ મૅચનો આનંદ ઉઠાવી શકશે. ૧૦ અઠવાડિયાં દરમ્યાન દરેક શહેરમાં બે દિવસ ફૅન પાર્ક યોજાશે, જેનું શેડ્યુલ IPLની વેબસાઇટ પર જોઈ શકાશે. IPL દ્વારા આ ૫૦ શહેરોનાં નામની મદદથી ટુર્નામેન્ટની ટ્રોફીને પ્રદર્શિત કરતો એક ફોટો પણ શૅર કરવામાં આવ્યો છે.

