આ સિરીઝ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ગૌતમ ગંભીરના કોચિંગ કરીઅરનું ભવિષ્ય નક્કી કરશે.
કલકત્તાના કાલીઘાટ મંદિરમાં ગૌતમ ગંભીર અને સિતાંશુ કોટકે લીધા આશીર્વાદ.
ઇંગ્લૅન્ડ સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝ પહેલાં ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર ગઈ કાલે પશ્ચિમ બંગાળના કલકત્તાના પ્રખ્યાત કાલીઘાટ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. આ સિરીઝ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ગૌતમ ગંભીરના કોચિંગ કરીઅરનું ભવિષ્ય નક્કી કરશે. હાલમાં જ કોચિંગ સ્ટાફમાં સામેલ થયેલા સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સિતાંશુ કોટક પણ તેની સાથે કાલી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. તે ભારતીય પ્લેયર્સને બૅટિંગ સુધારવામાં મદદ કરી રહ્યો છે.