રોહિત તેમ જ ગિલે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા અને ચાહકોને આ તહેવાર નિમિત્તે શુભેચ્છા આપી હતી
રોહિત ઍન્ડ કંપનીનો હૅપી ‘હોલી’ ડે : મંધાના અને સાથીઓ પણ રંગે રંગાઈ
આવતી કાલે અમદાવાદમાં ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ પહેલાં ગઈ કાલે કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર, પુજારા, અક્ષર, સિરાજ તેમ જ ટીમના બીજા ખેલાડીઓ અમદાવાદમાં ટીમની બસમાં ધુળેટી રમ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવારે પ્રૅક્ટિસ કર્યા બાદ હોટેલ પર પાછા જતી વખતે તેઓ એકમેક પર રંગનો વરસાદ વરસાવવાના મૂડમાં હતા અને એ ઇચ્છા તેમણે બસમાં જ પૂરી કરી લીધી હતી.
ADVERTISEMENT
શુભમન ગિલે વિડિયો રેકૉર્ડિંગ કરવાની સાથે સાથીઓ પર રંગ પણ ફેંક્યા હતા. બસમાં બધા ખૂબ નાચ્યા હતા. રોહિત તેમ જ ગિલે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા અને ચાહકોને આ તહેવાર નિમિત્તે શુભેચ્છા આપી હતી. મુંબઈમાં ડબ્લ્યુપીએલમાં રમી રહેલી બૅન્ગલોરની ટીમની સુકાની સ્મૃતિ મંધાના તેમ જ તેની ટીમની રિચા ઘોષ, હીધર નાઇટ તેમ જ બીજી પ્લેયર્સે પણ ધુળેટી ઊજવી હતી.