Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IND vs Pak: અર્શદીપ સિંહને બદનામ કરવામાં PAK ષડયંત્રનો ખુલાસો, જાણો વિગતે

IND vs Pak: અર્શદીપ સિંહને બદનામ કરવામાં PAK ષડયંત્રનો ખુલાસો, જાણો વિગતે

Published : 05 September, 2022 04:41 PM | Modified : 05 September, 2022 05:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ક્રિકેટર અર્શદીપ સિંહ ભારત પાકિસ્તાન મેચ પછીથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેમના વિરુદ્ધ રચાયેલ ષડયંત્રનો ભાંડો ફૂટી ચૂક્યો છે. સૂત્રો પ્રમાણે, ક્રિકેટર અર્શદીપ સિંહને લઈને પાકિસ્તાની ષડયંત્રનો ખુલાસો થયો છે.

અર્શદીપ સિંહ

Asia Cup 2022

અર્શદીપ સિંહ


ક્રિકેટર અર્શદીપ સિંહ (Arshdeep Singh) એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચ પછીથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેના વિરુદ્ધ થતા ષડયંત્રનો હવે ભાંડો ફૂટી ચૂક્યો છે. સૂત્રો પ્રમાણે, ક્રિકેટર અર્શદીપ સિંહને લઈને પાકિસ્તાની ષડયંત્રનો ખુલાસો થયો છે. માહિતી મળી છે કે પાકિસ્તાનની ISPR તરફથી અર્શદીપને ખાલિસ્તાની કહેવાનો ષડયંત્ર રચાયો હતો.


આવું ષડયંત્ર પંજાબમાં સિખ લોકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરવા માટે રચવામાં આવ્યો હતો. આ માટે પાકિસ્તાનથી સેંકડોની સંખ્યામાં પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ પરથી ખાલિસ્તાનીવાળા ટ્વીટ કરવામાં આવ્યા.



અર્શદીપ સિંહ કેમ છે નિશાને
એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ થઈ હતી. સુપર ફૉરની આ મેચમાં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટથી હરાવી દીધું. આ મેચમાં અર્શદીપ સિંહે રવિ બિશ્નોઈના બૉલ પર આસિફ અલીનો ખૂબ જ સરળ કેચ મિસ કરી દીધો હતો. આ 18મી ઑવરની વાત છે. તે સમયે પાકિસ્તાનને 12 બૉલમાં 26 રન્સની જરૂરિયાત હતી. ત્યાર બાદ જ્યારે ટીમ ઇન્ડિયા મેચ હારી તો લોકોએ ટ્વિટર પર અર્શદીપ સિંહ પર નિશાનો સાધ્યો.


ટીમ ઇન્ડિયાના યુવાન બૉલર અર્શદીપ સિંહથી એક કેચ મિસ થયો, લોકોએ તેનું ખાલિસ્તાની સુધીનું કનેક્શન બનાવી દીધું. સોશિયલ મીડિયા પર તે નિશાન પર હતો. એટલું જ નહીં, વીકીપીડિયા પર અર્શદીપ સિંહના પેજ પર કેટલાક ફેરફાર કરવામાં આવ્યા અને ત્યાં `ખાલિસ્તાની` સંગઠન સાથેના સંબંધની વાતને જોડી દેવામાં આવી. વિવાદ વધ્યા પછી ભારત સરકારે પણ એક્શન લીધી અને આઇટી મંત્રાલય દ્વારા વીકીપીડિયાને નૉટિસ મોકલવામાં આવી.

ટીમ ઇન્ડિયાએ આપ્યો અર્શદીપ સિંહનો સાથ
મેચની તરત બાદ જ અર્શદીપ સિંહની ટીકા શરૂ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર તેમની ટ્રોલિંગ કરવામાં આવી. જો કે, ટીમ ઇન્ડિયાએ સંપૂર્ણ રીતે અર્શદીપ સિંહનો સાથ આપ્યો. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે કોઈપણ ભૂલ થવી મેચનો ભાગ છે, તમે આવી ભૂલથી શીખો છો અને આગળ વધો છો. અમારી ટીમનો માહોલ ખૂબ જ સારો છો, બધા સીનિયર્સ જૂનિયર પ્લેયર્સની સાથે છે. હરભજન સિંહે પણ અર્શદીપ સિંહનો સપૉર્ટ કર્યો છે.


મેચમાં કેવું રહ્યું અર્શદીપનું પ્રદર્શન?
જો આ ડ્રૉપ કેચને છોડીએ તો ટીમ ઇન્ડિયા માટે અર્શદીપ સિંહે આ મેચમાં સારું પ્રદર્શન કર્યું. અર્શદીપે 3.5 ઓવરમાં 27 રન્સ આપ્યા અને એક વિકેટ પણ લીધી. જ્યારે પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 7 રન્સની જરૂર હતી, તે સમયે અર્શદીપે પાકિસ્તાનની ચિંતા વધારી દીધી અને 5મા બૉલ સુધી મેચ લઈ ગયો.

જો મેચની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ આ મેચ પાંચ વિકેટથી ગુમાવી દીધી. ભારતે પહેલા બેટિંગ કરીને 181 રન્સ કર્યા હતા, જવાબમાં પાકિસ્તાવે આ ટારગેટને છેલ્લી ઓવરમાં હાંસલ કરી લીધો. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધારે 60 રન્સ ફટકાર્યા હતા, જ્યારે પાકિસ્તાન માટે મોહમ્મદ નવાઝે 20 બૉલમાં 42 રન્સની બેટિંગ કરીને મેચ બદલી.

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2022 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK