ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ કહે છે...
ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડ
બૅન્ગલોરમાં માઉન્ટ જૉય ક્લબના પચાસમા વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજર રહેલા ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ ખૂબ જ મજબૂત છે, એ ખૂબ જ શક્તિશાળી છે. એનું એક મોટું કારણ એ છે કે દેશના દરેક ખૂણેથી, દરેક જગ્યાએથી પ્રતિભાઓ આવી રહી છે. જ્યારે હું મારી કરીઅર શરૂ કરી રહ્યો હતો ત્યારે મોટા ભાગની પ્રતિભા મોટાં શહેરો અથવા અમુક રાજ્યોમાંથી આવી હતી. ક્રિકેટ રમવા માટે પણ મોટાં શહેરોમાં આવવું પડતું હતું. હું માનું છું કે વર્તમાન યુગમાં તમે જોઈ રહ્યા છો કે ભારતીય ક્રિકેટમાં દરેક જગ્યાએથી ખેલાડીઓ આવી રહ્યા છે. તમે હવે રણજી ટ્રોફીના સ્તરને જુઓ, તમે કોઈ પણ ટીમને હળવાશથી ન લઈ શકો. દરેક ટીમમાં મજબૂત ખેલાડીઓ જોવા મળી રહ્યા છે.’