વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં પોતાનો ૨૧૭ રનનો હાઇએસ્ટ સ્કોર પણ ફટકાર્યો ભારતીય ટીમે
વિકેટકીપર-બૅટર રિચા ઘોષે ૨૧ બોલમાં ૫૪ રનની મોટી ઇનિંગ્સ રમી હતી
ગઈ કાલે મુંબઈમાં વેસ્ટ ઇન્ડીઝની વિમેન્સ ટીમને ૬૦ રને હરાવીને ભારતીય ટીમે ૨-૧થી ત્રણ મૅચની T20 સિરીઝ જીતી છે. હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ત્રીજી મૅચમાં ટીમનું નેતૃત્વ કરતાં ટીમે ચાર વિકેટ ગુમાવીને ૨૧૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મહેમાન ટીમ ૯ વિકેટે ૧૫૭ રન જ બનાવી શકી હતી. પહેલી મૅચમાં ભારતીય ટીમે ૪૯ રન અને બીજી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે ૯ વિકેટે જીત મેળવી હતી.
આ ટૉપ ક્લાસ રેકૉર્ડ પણ બન્યા ગઈ કાલની મૅચમાં
ADVERTISEMENT
૨૧૭ રનનો સ્કોર ભારતીય વિમેન્સ ટીમનો સૌથી મોટો T20 સ્કોર છે. આ પહેલાં ટીમે જુલાઈ ૨૦૨૪માં UAE સામે ૨૦૧ રનનો પોતાનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. બૅટિંગ સમયે ઓપનર સ્મૃતિ માન્ધના (૭૭ રન) અને વિકેટકીપર-બૅટર રિચા ઘોષ (૫૪ રન)એ સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. સ્મૃતિએ વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૩૦ ફિફ્ટી પ્લસ સ્કોર કરીને ન્યુ ઝીલૅન્ડની સુઝી બેટ્સ (૨૯ વાર)ને પણ પછાડી હતી. ૧૮ બૉલમાં ૫૦ રન પૂરા કરી રિચા ઘોષ વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર ભારતીય બની હતી. ઓવરઑલ તેણે ન્યુ ઝીલૅન્ડની સોફી ડિવાઇન અને ઑસ્ટ્રેલિયાની ફોબે લિચફીલ્ડના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી છે.