પહેલી મૅચ ૪૯ રને જીતીને ભારતીય મહિલાઓએ સિરીઝમાં લીડ મેળવી
ડી. વાય. પાટીલ સ્પોર્ટ્સ ઍકૅડેમી સ્ટેડિયમ
ગઈ કાલે મુંબઈના ડી. વાય. પાટીલ સ્પોર્ટ્સ ઍકૅડેમી સ્ટેડિયમમાં ભારતીય ટીમે જીત સાથે ત્રણ મૅચની T20 સિરીઝની શરૂઆત કરી છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતીય ટીમે ચાર વિકેટ ગુમાવીને ૧૯૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. મહેમાન ટીમ નિર્ધારિત ઓવર્સમાં ૭ વિકેટ ગુમાવીને ૧૪૬ રન જ બનાવી શકી હતી. સિરીઝમાં ભારતીય ટીમે ૧-૦થી લીડ મેળવી લીધી છે.
ઓપનર સ્મૃતિ માન્ધના (૫૪ રન) અને જેમિમા રૉડ્રિગ્સે (૭૩ રન) વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. મહેમાન ટીમે તેમને આઉટ કરવા ૮ પ્લેયર પાસે બોલિંગ કરાવી હતી. મીડિયમ ફાસ્ટ બોલર તિતાસ સાધુએ ભારત માટે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. આ મૅચમાં કુલ ૩૪૧ રન બન્યા હતા. બન્ને ટીમ વચ્ચેની T20 મૅચના આ સૌથી વધુ રન છે. આ પહેલાં નવેમ્બર ૨૦૧૬માં વિજયવાડામા બન્ને વચ્ચેની મૅચમાં ૩૦૪ રન બન્યા હતા.