આ બીજી વન-ડે પહેલાં ભારત માટે ગુડ ન્યુઝ સામે આવ્યા છે
T20 વર્લ્ડ કપ 2024ની પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ અમેલિયા કેર વન-ડે સિરીઝમાંથી થઈ બહાર
આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણ મૅચની વન-ડે સિરીઝની બીજી મૅચ રમાશે. સ્મૃતિ માન્ધનાના નેતૃત્વમાં પહેલી વન-ડે ૫૯ રને જીતીને ભારતીય ટીમે સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી છે.
આ બીજી વન-ડે પહેલાં ભારત માટે ગુડ ન્યુઝ સામે આવ્યા છે. વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરનાર ઑલરાઉન્ડર અમેલિયા કેર આ સિરીઝમાંથી બહાર થઈ ગઈ છે. ડાબા પગના સ્નાયુમાં સમસ્યાને કારણે તે સ્વદેશ પરત ફરી રહી છે. તેને સ્વસ્થ થતાં ત્રણ અઠવાડિયાંનો સમય લાગશે. તેણે પહેલી વન-ડેમાં ૪૨ રન આપીને ચાર વિકેટ ઝડપીને પચીસ રનની નૉટઆઉટ ઇનિંગ્સ પણ રમી હતી. આજે સૌની નજર રેગ્યુલર કૅપ્ટન હરમનપ્રીત કૌરની ફિટનેસ પર રહેશે, જે ઈજાના કારણે છેલ્લી મૅચમાંથી બહાર થઈ ગઈ હતી.