સ્પીચ દરમ્યાન રિન્કુ સિંહે કહ્યું હતું કે મને મેદાન પર બૅટિંગ કરતાં વધારે ફીલ્ડિંગ કરવી ગમે છે
રિન્કુ સિંહ
ઝિમ્બાબ્વે ટૂર પર ભારતીય ટીમના ફીલ્ડિંગ કોચ બનીને ગયેલા સુભદીપ ઘોષે ડ્રેસિંગ રૂમમાં વર્લ્ડ ચૅમ્પિયન ફીલ્ડિંગ કોચ ટી. દિલીપની પરંપરા ચાલુ રાખી હતી. આ વખતે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ફીલ્ડર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ટૂર પર ભારતીય ટીમના મેન્ટર રહેલા વીવીએસ લક્ષ્મણે રિન્કુ સિંહને બેસ્ટ ફીલ્ડરનો મેડલ આપ્યો હતો. સ્પીચ દરમ્યાન રિન્કુ સિંહે કહ્યું હતું કે મને મેદાન પર બૅટિંગ કરતાં વધારે ફીલ્ડિંગ કરવી ગમે છે.