૧૫૩.૩૬ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકી ચૂકેલા બુમરાહનો ભારતીય વિક્રમ તોડ્યો હતો.
India VS Sri Lanka
૩૧ વર્ષનો રાહુલ ત્રિપાઠી ગઈ કાલે ટી૨૦ ઇન્ટરનૅશનલ રમનાર ભારતનો ત્રીજો ઑલ્ડેસ્ટ ખેલાડી બન્યો હતો. તેની પહેલાં ૩૦-પ્લસની ઉંમરે સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડે ટી૨૦માં ડેબ્યુ કર્યું હતું. ત્રિપાઠી ભારતનો ૧૦૨મા ક્રમનો ટી૨૦ પ્લેયર બન્યો છે અને ગઈ કાલે તેને બૅટિંગ-કોચ વિક્રમ રાઠોરે કૅપ આપી હતી. જોકે ત્રિપાઠી પાંચ બૉલમાં પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. અર્શદીપ સિંહ ગઈ કાલે પાંચ નો-બૉલ ફેંકીને ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો હતો. હર્ષલ પટેલના સ્થાને તેને ઇલેવનમાં સમાવાયો હતો, જ્યારે સૅમસનની જગ્યાએ ત્રિપાઠીને રમવા મળ્યું હતું. શ્રીલંકાએ ૬ વિકેટે ૨૦૬ રનનો ફાઇટિંગ સ્કોર બનાવતાં ભારતીય ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી. તસવીર પી.ટી.આઇ.
પુણેમાં ગઈ કાલે શ્રીલંકા સામેની બીજી ટી૨૦માં ત્રણ વિકેટ લેનાર ઉમરાન મલિકે મંગળવારે વાનખેડેમાં કલાકે ૧૫૫ કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યો હતો. એ સાથે તે ભારતનો ફાસ્ટેસ્ટ બોલર બન્યો હતો.
જમ્મુના ફળના વેપારીના પુત્ર ઉમરાને ૧૫૩.૩૬ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકી ચૂકેલા બુમરાહનો ભારતીય વિક્રમ તોડ્યો હતો. ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર ડેલ સ્ટેને થોડા સમય પહેલાં આઇપીએલ દરમ્યાન ઉમરાન સાથે વાતચીત કરતી વખતે તેનો ઉત્સાહ વધારતાં નિવેદનમાં કહ્યું હતું, ‘તું ફિયાટ ક્યારેય નહીં ચલાવતો, તું તો ફેરારી દોડાવવા માટે જ સર્જાયેલો છે.’
ADVERTISEMENT
૩૧ વર્ષનો ત્રિપાઠી ટી૨૦માં બન્યો ભારતનો ત્રીજો ઑલ્ડેસ્ટ પ્લેયર