ભારત-ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓ ટી૨૦ સિરીઝ જીતવા મરણિયા બનશે, પણ તેમને સ્ટ્રૉન્ગ વિન્ડ પણ નડી શકે : રાતે રમાનારી મૅચમાં ઠંડીનું જોર હશે
India vs New Zealand
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે ટી૨૦ શ્રેણીની આખરી અને નિર્ણાયક મૅચ રમાવાની છે ત્યારે એ દિવસે સ્ટ્રૉન્ગ વિન્ડ રહેશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે.
ત્રણ ટી૨૦ મૅચની આ સિરીઝમાં પહેલી બે મૅચ પૈકી એક-એક મૅચ બન્ને ટીમ જીતી ચૂકી છે ત્યારે બન્ને ટીમ માટે અમદાવાદની આ ત્રીજી મૅચ મહત્ત્વની બની રહેશે. હવામાન વિભાગે ગઈ કાલે આગાહી કરી હતી કે ગુજરાતમાં ૩૧ અને ૧ ફેબ્રુઆરીએ સ્ટ્રૉન્ગ વિન્ડ રહેવાની સંભાવના છે અને એને કારણે ઠંડી મહસૂસ થવાની સંભાવના છે. આ ડે/નાઇટ મૅચમાં રાતે પવન અને ઠંડીનો અનુભવ થશે. આમ પણ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે અને હજી પણ ઠંડી યથાવત્ છે ત્યારે મૅચના દિવસે પણ રાતે ઠંડીનું જોર રહેવાની શક્યતા છે અને એને કારણે ટીમ ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટરો અમદાવાદની કડકડતી ઠંડીનો અનુભવ કરશે.
ADVERTISEMENT
6
અમદાવાદમાં ભારત આટલી ટી૨૦માંથી ચાર જીત્યું છે અને બે હાર્યું છે.