ભારતનો હવે પાકિસ્તાન સામે બીજી સપ્ટેમ્બરે એશિયા કપમાં મુકાબલો
કૅપ્ટન બુમરાહ પહેલી જ સિરીઝ જીત્યો: જસપ્રીત બુમરાહે ગઈ કાલે ડબ્લિનમાં ભારતને પોતાની પહેલી જ કૅપ્ટન્સીમાં જીત અપાવીને આયરલૅન્ડમાંથી વિદાય લેવાની તૈયારી શરૂ કરી દીધી હતી. ભારતે આ ટી૨૦ સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી.
આયરલૅન્ડના ડબ્લિનમાં ગઈ કાલે ભારત અને આયરલૅન્ડ વચ્ચેની સિરીઝની ત્રીજી અને છેલ્લી ટી૨૦ એક પણ બૉલ ફેંકાયા વગર રદ કરાઈ હતી. ભારતને ૩-૦થી ક્લીન સ્વીપ કરવાનો મોકો નહોતો મળ્યો અને જસપ્રીત બુમરાહની ટીમને ૨-૦થી વિજેતા જાહેર કરવામાં આવી હતી.
ભારતીય ટીમ આ મૅચમાં વિકેટકીપર-બૅટર જિતેશ શર્મા સહિત કેટલાક ખેલાડીઓને સિરીઝમાં પહેલી વાર અજમાવવાની હતી, પરંતુ મેઘરાજાએ એની કોઈ તક નહોતી આપી.
ADVERTISEMENT
ભારતીય ખેલાડીઓ હવે બીજી સપ્ટેમ્બરે (બપોરે ૩.૦૦ વાગ્યાથી)શ્રીલંકાના પલ્લેકેલમાં એશિયા કપમાં ટકરાશે. ત્યાર બાદ એશિયા કપમાં ભારતની નેપાલ સામેની મૅચ ૪ સપ્ટેમ્બરે પલ્લેકેલમાં જ રમાશે.