ભારતીય ટીમે ઓપનર યશસ્વી જાયસવાલના સ્થાને સ્ટાર બૅટર વિરાટ કોહલી અને સ્પિનર કુલદીપ યાદવના સ્થાને મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કર્યા હતા.
સ્પિનર રવીન્દ્ર જાડેજાએ ૨૫૯ નંબરની વન-ડે કૅપ આપી વરુણ ચક્રવર્તીને.
ગઈ કાલે કટકમાં રમાયેલી બીજી વન-ડે મૅચમાં પ્લેઇંગ-ઇલેવનમાં ભારતીય ટીમે બે અને ઇંગ્લૅન્ડે ત્રણ ફેરફાર કર્યા હતા. મહેમાન ટીમે આ મૅચ માટે જોફ્રા આર્ચર, બ્રાયડન કાર્સ અને જેકબ બેથેલની જગ્યાએ માર્ક વુડ, જેમી ઓવરટન અને ગસ ઍટકિન્સનને રમાડ્યા હતા. જ્યારે ભારતીય ટીમે ઓપનર યશસ્વી જાયસવાલના સ્થાને સ્ટાર બૅટર વિરાટ કોહલી અને સ્પિનર કુલદીપ યાદવના સ્થાને મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કર્યા હતા.
વરુણ ચક્રવર્તીએ ઇંગ્લૅન્ડ સામે T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ વન-ડે સિરીઝમાં સરપ્રાઇઝ એન્ટ્રી કરી હતી. પહેલી વાર ૨૦૨૧માં વન-ડે સ્ક્વૉડમાં સામેલ થનાર વરુણને ચાર વર્ષ બાદ વન-ડેમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજાએ ૨૫૯ નંબરની વન-ડે કૅપ આપીને તેને શુભેચ્છા પાઠવી હતી. મુંબઈના ભૂતપૂર્વ ક્રિકેટર ફરોખ એન્જિનિયર (૩૬ વર્ષ ૧૩૮ દિવસ) બાદ વરુણ (૩૩ વર્ષ ૧૬૪ દિવસ) ભારત માટે વન-ડેમાં ડેબ્યુ કરનાર ઑલમોસ્ટ પ્લેયર બન્યો હતો. વરુણ ૩૩ વર્ષે ડેબ્યુ કરીને પણ આ મુંબઈકર ક્રિકેટરનો વર્ષ ૧૯૭૪નો રેકૉર્ડ તોડી શક્યો નહોતો.

