Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોચ અને કૅપ્ટને મને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી, મેં આ પહેલાં ક્યારેય આવું વાતાવરણ જોયું નથી

કોચ અને કૅપ્ટને મને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી, મેં આ પહેલાં ક્યારેય આવું વાતાવરણ જોયું નથી

Published : 24 January, 2025 03:15 PM | Modified : 24 January, 2025 05:26 PM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડ સામેની રન-ચેઝમાં ૨૩૨.૩૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરનાર અભિષેક શર્મા કહે છે...

અભિષેક શર્મા

અભિષેક શર્મા


ઈડન ગાર્ડન્સમાં પાંચ મૅચની સિરીઝની પહેલી T20 મૅચમાં ઇંગ્લૅન્ડની સામે ભારતની ૭ વિકેટે જીત થઈ છે. આ જીતમાં ૨૪ વર્ષના ઓપનર અભિષેક શર્માનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો. તેણે ૩૪ બૉલમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી ૭૯ રન ફટકાર્યા હતા.


અભિષેકે T20 ઇન્ટરનૅશનલમાં ભારત માટે રન-ચેઝ સમયે સૌથી હાઇએસ્ટ ૨૩૨.૩૫ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં તેણે પોતાના ગુરુ અને ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહને પછાડ્યો હતો જેણે ૨૦૧૩માં રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામે ૨૨૦.૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. ખાસ કરીને ભારતની ધરતી પર આ કમાલ કરવા મામલે તેણે સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરના વર્ષ ૨૦૨૨ના ૨૨૫.૫૩ના સ્ટ્રાઇક-રેટના રેકૉર્ડને તોડ્યો હતો.



પહેલી મૅચ બાદ અભિષેક શર્માએ કહ્યું હતું કે ‘અમારા કૅપ્ટન (સૂર્યકુમાર યાદવ) અને હેડ કોચ (ગૌતમ ગંભીર)એ યુવા તરીકે અમને જે સ્વતંત્રતા આપી છે એ જબરદસ્ત છે. મેં આ પહેલાં ક્યારેય આવું વાતાવરણ જોયું નથી. મારી યોજના સરળ હતી, હું IPLમાં જે રીતે રમતો હતો એ જ રીતે રમું. પોતાને વ્યક્ત કરો, પહેલા બૉલથી જ તમારા શૉટ્સ મારો. અમને ઘણી સ્વતંત્રતા આપવામાં આવી છે. અમે થોડું અલગ રીતે રમવા માગીએ છીએ. મને ખબર હતી કે ઇંગ્લૅન્ડના બોલરો શૉર્ટ બોલિંગ કરશે અને મારી ધીરજની કસોટી કરશે. મેં મારી યોજનાઓ ખૂબ સારી રીતે અમલમાં મૂકી.’


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2025 05:26 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK