ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં રમવામાં આવેલી પહેલી ટેસ્ટ મેચ મેઝબાન ટીમને નામ હતી. આ મેચ જીતીને ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ કાનપુરમાં રમાશે અને આમાં મેચને જીતીને ટીમ ઈન્ડિયા 2-0થી સીરિઝ પોતાને નામ કરવાનો પ્રયત્ન કરશે.
ફાઈલ તસવીર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં રમવામાં આવેલી પહેલી ટેસ્ટ મેચ મેઝબાન ટીમને નામ હતી. આ મેચ જીતીને ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ કાનપુરમાં રમાશે અને આમાં મેચને જીતીને ટીમ ઈન્ડિયા 2-0થી સીરિઝ પોતાને નામ કરવાનો પ્રયત્ન કરશે. જો કે, કાનપુરનું વાતાવરણ ચાહકોને નિરાશ કરી શકે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં 27 સપ્ટેમ્બરથી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચ સીરિઝની નિર્ણાયક મેચ છે. ટીમ ઈન્ડિયા જો જીતે છે તો તે સીરિઝ 2-0થી પોતાને નામ કરી શકે છે. તો બાંગ્લાદેશ આ મેચ જીતીને સીરિઝ ડ્રૉ કરવા માગશે, પણ ઇન્દ્ર દેવ બન્ને ટીમના અરમાન પર પાણી ફેરવી શકે છે.
ADVERTISEMENT
ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. જો કે, ચાહકો નિરાશ થઈ શકે છે અને તેનું કારણ હવામાન હોઈ શકે છે. મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે જે રમતને વિક્ષેપિત કરશે. અહીં જાણો કે પાંચ દિવસ સુધી કાનપુરનું હવામાન કેવું રહેશે.
હવામાન કેવું રહેશે
કાનપુરમાં 27 સપ્ટેમ્બરથી ટેસ્ટ મેચ રમાવાની છે અને આ દિવસે 92 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. Accuweather.comના રિપોર્ટ અનુસાર, મેચના પહેલા દિવસે વરસાદ મેચની શરૂઆતને ખોરવી શકે છે. પ્રથમ દિવસે મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેવાની 99 ટકા શક્યતા છે. બીજા દિવસે પણ વરસાદની શક્યતા છે. 28 સપ્ટેમ્બરે વરસાદની 80 ટકા શક્યતા છે. ત્રીજા દિવસે એટલે કે 29મી સપ્ટેમ્બરે લગભગ 60 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
એનો અર્થ એ છે કે મેચના પહેલા ત્રણ દિવસમાં વરસાદની ઘણી દખલગીરી રહેશે અને તેના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થવા ઉપરાંત મોટાભાગની રમતને અસર થઈ શકે છે. છેલ્લા બે દિવસમાં ઈન્દ્રદેવતા શાંત રહેશે. ચોથા દિવસે ત્રણ ટકા અને પાંચમા દિવસે એક ટકા વરસાદની અપેક્ષા છે.
તારીખ: વરસાદની સંભાવના
27 સપ્ટેમ્બર: 92 ટકા
28 સપ્ટેમ્બર: 80 ટકા
સપ્ટેમ્બર 29: 56 ટકા
સપ્ટેમ્બર 30: 3 ટકા
ઑક્ટોબર 1: 1 ટકા
મેચ ન થાય તો ફાયદો કોને?
જો આ મેચ વરસાદને કારણે પૂર્ણ નહીં થાય અથવા ડ્રો રહે તો બાંગ્લાદેશને મોટું નુકસાન થશે. ભારતે પ્રથમ મેચ જીતીને 1-0ની લીડ મેળવી હતી. આવી સ્થિતિમાં જો કોઈ કારણોસર બીજી મેચનું પરિણામ જાણી શકાતું નથી તો સિરીઝ ભારતના નામે રહેશે અને બાંગ્લાદેશ ખાલી હાથે પરત ફરશે.