બિહારનો ફાસ્ટ બોલર આકાશદીપ કહે છે...
આકાશદીપ, બુમરાહ
બંગલાદેશ સામેની પહેલી ટેસ્ટ માટેની ભારતીય સ્ક્વૉડમાં સિલેક્ટ થનાર ૨૭ વર્ષનો ફાસ્ટ બોલર આકાશદીપ બિહારનો છે. તેણે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મોહમ્મદ શમીભાઈ હાલમાં ઇન્જર્ડ છે. હું આને એક જવાબદારી તરીકે જોઉં છું જે મને મારી ટીમની સેવા કરવાની મંજૂરી આપે છે. સિલેક્ટર્સ અને ક્રિકેટ બોર્ડ મૅનેજમેન્ટે મારામાં વિશ્વાસ મૂક્યો છે.’
બોલિંગ પાછળની પ્રેરણા વિશે પૂછવામાં આવતાં તેણે જવાબ આપ્યો હતો કે ‘હું કોઈ એક બોલરને વધારે ફૉલો કરતો નથી.
ADVERTISEMENT
વિશ્વના દરેક બોલરની પોતાની આગવી ઍક્શન અને ટેક્નિક હોય છે અને દરેક પોતાની રીતે મહાન હોય છે. હું સાઉથ આફ્રિકાના કૅગિસો રબાડાને થોડો ફૉલો કરું છું, પણ જસપ્રીત બુમરાહને ફૉલો કરવાનું મુશ્કેલ છે. હું તેની પાસેથી બધું શીખી શકતો નથી. બુમરાહભાઈને ભગવાને કંઈક અલગ જ બનાવીને મોકલ્યા છે. હું મોહમ્મદ સિરાજનું પણ નિરીક્ષણ કરું છું અને તેની પાસેથી શીખું છું. હું અલગ-અલગ બોલરોની નાની-નાની વાતોને પસંદ કરું છું.’