નીતીશે ૨૧૭.૬૫ અને રિન્કુએ ૧૮૨.૭૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ભારતીય ટીમના સ્કોરને ૨૨૧ રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
નીતીશ કુમાર રેડ્ડી અને રિન્કુ સિંહ
ભારતીય ટીમે દિલ્હીમાં બંગલાદેશ સામે T20 ઇન્ટરનૅશનલમાં ૮૬ રનથી સૌથી મોટી જીત નોંધાવી હતી. આ મૅચમાં નીતીશ કુમાર રેડ્ડી અને રિન્કુ સિંહે ૪૯ બૉલમાં ૧૦૮ રનની ભાગીદારી કરી હતી. નીતીશ કુમાર રેડ્ડીએ ૩૪ બૉલમાં ૭૪ રન ફટકારવાની સાથે ચાર ઓવરમાં ૨૩ રન આપીને બે વિકેટ લીધી હતી જેને કારણે તે બીજી જ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. રિન્કુ સિંહે (૫૩ રન) અને નીતીશે મૅચ બાદ ખુલાસો કર્યો હતો કે ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીરે નીડરતાથી ક્રિકેટ રમવાનું લાઇસન્સ આપ્યું હતું. મેસેજ સ્પષ્ટ હતો કે ‘તમે નેટ્સ અને IPLમાં જેમ રમો છો એમ જ કરો. માત્ર જર્સી બદલાઈ ગઈ છે, બાકીનું બધું યથાવત્ છે.’
નીતીશે ૨૧૭.૬૫ અને રિન્કુએ ૧૮૨.૭૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ભારતીય ટીમના સ્કોરને ૨૨૧ રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.