હાર્દિક પંડ્યાએ બંગલાદેશ સામે ૨૪૩.૭૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને બારમી ઓવરના પાંચમા બૉલે સિક્સર ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી
તસ્કીન અહમદની ઓવરમાં હાર્દિક પંડ્યાનો નો લુક શૉટ
હાર્દિક પંડ્યાએ બંગલાદેશ સામે ૨૪૩.૭૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને બારમી ઓવરના પાંચમા બૉલે સિક્સર ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી. આ સિક્સર સાથે તે સૌથી વધુ વાર સિક્સર ફટકારીને ભારતને T20 ઇન્ટરનૅશનલ મૅચ જિતાડનાર ભારતીય બન્યો છે. તેણે પાંચ વાર આ કમાલ કરી છે, જ્યારે વિરાટ કોહલીએ ચાર વાર, એમ. એસ. ધોની અને રિષભ પંતે ૩-૩ વાર સિક્સર ફટકારીને આ ફૉર્મેટની મૅચમાં ભારતને જીત અપાવી છે.