છેલ્લાં નવ વર્ષમાં રમાયેલી બાવીસ મૅચમાં એક પણ મૅચ નથી રહી ડ્રૉ, ૧૮ મૅચમાં યજમાન ટીમ અને ચાર મૅચમાં મહેમાન ટીમે મારી છે બાજી
પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન સામે પ્રૅક્ટિસ મૅચમાં પિન્ક બૉલને રમતો કૅપ્ટન રોહિત શર્મા.
છઠ્ઠી ડિસેમ્બરે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસકર ટ્રોફીની બીજી ટેસ્ટ ઍડીલેડમાં રમાવાની છે. ઍડીલેડ ટેસ્ટ ડે-નાઇટ મૅચ છે અને એમાં પિન્ક બૉલનો ઉપયોગ થશે. ૨૦૧૫થી પિન્ક બૉલ ટેસ્ટની શરૂઆત થઈ હતી. જાન્યુઆરી ૨૦૨૪ સુધી પિન્ક બૉલથી બાવીસ ટેસ્ટ રમાઈ છે અને એક પણ મૅચ ડ્રૉ રહી નથી. હમણાં સુધી માત્ર છ પિન્ક બૉલ ટેસ્ટ એવી રહી છે જેમાં રિઝલ્ટ પાંચમા દિવસે મળ્યું છે. બાકીની ૧૬ મૅચનાં ટેસ્ટ-રિઝલ્ટ ચાર કે એથી ઓછા દિવસમાં મળ્યાં છે.
ટેસ્ટમાં સામાન્ય રીતે રેડ બૉલનો ઉપયોગ થાય છે પણ ડે-નાઇટ ટેસ્ટમાં રાતના સમયે રેડ બૉલની સરખામણીએ પિન્ક બૉલ વધુ સારી રીતે દેખાય છે. પિન્ક બૉલની બનાવટ એવી છે કે એનાથી ફાસ્ટ બોલર્સ મૅચની શરૂઆતમાં અને સાંજના સમયે ભેજને કારણે ફરી બૉલને સારી રીતે સ્વિંગ કરી શકે છે. પિન્ક બૉલ સરળતાથી ઘસાતો નથી એથી મૅચમાં મોડેથી બોલર્સ સારી રીતે રિવર્સ સ્વિંગ કરી શકતા હોય છે.
ADVERTISEMENT
પિન્ક બૉલ ટેસ્ટમાં ભારત અને ઑસ્ટ્રેલિયાનો રેકૉર્ડ
ભારત ચાર પિન્ક બૉલ ટેસ્ટમાંથી ત્રણ જીત્યું છે જ્યારે ૨૦૨૦માં ઍડીલેડમાં ઑસ્ટ્રેલિયા સામે ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ઑસ્ટ્રેલિયા ૧૨ પિન્ક બૉલ ટેસ્ટ રમ્યું છે જેમાં એણે ૧૧ મૅચમાં જીત મેળવી છે અને જાન્યુઆરી ૨૦૨૪માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૮ રને એક માત્ર પિન્ક બૉલ ટેસ્ટમાં હારનો સામનો કર્યો હતો.
27- આટલી સેન્ચુરી નોંધાઈ છે પિન્ક બૉલ ટેસ્ટમાં, જેમાં બે ટ્રિપલ અને એક ડબલ સેન્ચુરી પણ થઈ છે.
કેટલા દિવસમાં કેટલી પિન્ક બૉલ ટેસ્ટનાં રિઝલ્ટ આવ્યાં?
કુલ મૅચ ૮૯
ઇંગ્લૅન્ડની જીત ૨૯
પાકિસ્તાનની જીત ૨૧
ડ્રૉ ૩૯
યજમાન ટીમ જીતી છે સૌથી વધુ પિન્ક બૉલ ટેસ્ટ
કુલ મૅચ બાવીસ
યજમાન ટીમની જીત ૧૮
મહેમાન ટીમની જીત ૦૪