ભારતની બીજી ઇનિંગ્સની ૭૧મી ઓવરમાં ફાસ્ટ બોલર પૅટ કમિન્સના શૉર્ટ-પિચ બૉલને યશસ્વી જાયસવાલે હુક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ચૂકી જતાં બૉલ વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથમાં ગયો હતો
સ્નિકો ટેક્નૉલૉજીમાં કોઈ સંકેત ન મળ્યો.
ભારતની બીજી ઇનિંગ્સની ૭૧મી ઓવરમાં ફાસ્ટ બોલર પૅટ કમિન્સના શૉર્ટ-પિચ બૉલને યશસ્વી જાયસવાલે હુક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ચૂકી જતાં બૉલ વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથમાં ગયો હતો. કાંગારૂઓએ કૅચઆઉટની અપીલ કરી, પણ ફીલ્ડ અમ્પાયરે નૉટ આઉટ આપતાં રિવ્યુ લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ડિફ્લેક્શનમાં બૉલની દિશા બદલાતી જોવા મળી.
થર્ડ અમ્પાયરને સ્નિકો ટેક્નૉલૉજીમાં બૉલ અને હાથ કે બૅટ વચ્ચે કોઈ કનેક્શનનો સંકેત મળ્યો નહીં, પણ ડિફ્લેક્શન ટેક્નૉલૉજીમાં બૉલની દિશા બદલાતી જોવા મળી એના આધારે બંગલાદેશી અમ્પાયર શરફુદ્દૌલા સૈકતે યશસ્વીને આઉટ જાહેર કર્યો હતો.
ફીલ્ડ અમ્પાયર સામે થર્ડ અમ્પાયરના નિર્ણય વિશે રોષ વ્યક્ત કરતો યશસ્વી.
આ નિર્ણયથી યશસ્વી જાયસવાલે ફીલ્ડ અમ્પાયર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. ભારતીય ફૅન્સે મેદાન પર ચીટર્સ-ચીટર્સના નારા લગાવ્યા હતા. જ્યારે કૉમેન્ટરી બૉક્સમાં સુનીલ ગાવસકરે પણ થર્ડ અમ્પાયરના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. જોકે પ્રેસ-કૉન્ફરન્સમાં કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ટેક્નૉલૉજીના મામલે અમે વધારે લકી રહ્યા નથી, પણ નિષ્પક્ષ રીતે કહું તો બૉલ યશસ્વીના હાથને અડીને ગયો હતો.