ઑસ્ટ્રેલિયાની ટીમ માત્ર ૧૭૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી,
India Vs Australia
ડેવિડ વૉર્નર અને રિકી પૉન્ટિંગ
નાગપુર ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની ટીમ માત્ર ૧૭૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ઓપનર અને દિગ્ગજ ખેલાડી ડેવિડ વૉર્નર ફરી એક વાર ખરાબ રીતે આઉટ થયો હતો. વૉર્નરના આ પ્રદર્શનથી ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ ભડક્યો છે. તેણે વૉર્નરને ટીમમાંથી પડતો મૂકવાની વાત કરી છે. વૉર્નરનું પ્રદર્શન ભારતમાં બહુ ખરાબ રહ્યું છે. ઓપનરે ઑસ્ટ્રેલિયામાં ૫૮ની સરેરાશથી રન બનાવ્યા છે, તો ભારતમાં તેની સરેરાશ માત્ર ૨૪ની છે.
વૉર્નરે ભારતમાં ૧૮ ટેસ્ટમાં ૩૫ની સરેરાશથી ૧૧૪૮ રન બનાવ્યા છે. નાગપુરમાં તે મોહમ્મદ શમીના બૉલમાં આઉટ થયો હતો.
ADVERTISEMENT
રિકી પૉન્ટિંગે કહ્યું કે વૉર્નર ફરી પાછો નિષ્ફળ રહ્યો છે. ટ્રેવિસ હેડને ભારતીય ઉપમહાખંડમાં તેના ખરાબ રેકૉર્ડને કારણે નથી રમાડવામાં આવ્યો. વળી ઑસ્ટ્રેલિયાની ટીમમાં ડાબોડી બૅટર્સની સંખ્યાને કારણે પણ તેને બહાર રાખવામાં આવ્યો છે તો એ જ વાત ડેવિડ વૉર્નરને પણ લાગુ પડે છે. આગામી મૅચમાં બેસ્ટ પ્લેઇંગ ઇલેવન સાથે જ મેદાનમાં ઊતરવું જોઈએ.