નાગપુરના જામથાના મેદાનમાં એવા ફોટાઓ સામે આવ્યા હતા કે પહેલાં આખી પિચ પર પાણી નાખવામાં આવ્યું હતું
India vs Australia
નાગપુરની પિચનું નિરીક્ષણ કરતા ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સિમોન ઓડોનેલે આજથી શરૂ થનારી મૅચ પહેલાં નાગપુરની પિચ વિશે આઇસીસીને હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું. નાગપુરના જામથાના મેદાનમાં એવા ફોટાઓ સામે આવ્યા હતા કે પહેલાં આખી પિચ પર પાણી નાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ માત્ર પિચના મધ્ય ભાગમાં જ રોલર ફેરવવામાં આવ્યું. વળી લેફ્ટી બૅટરના લેગ સ્ટમ્પની બહાર વધુ પાણી નાખવામાં આવ્યું હતું અને એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નર, ઉસ્માન ખ્વાજા, ટ્રેવિડ હેડ, મૅટ રેનસો અને એલેક્સ કેરી જેવા પાંચ લેફટી બૅટરોને જોતાં આવું કરવામાં આવ્યું હતું. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીએ કહ્યું હતું કે ભારત પોતાના ફાયદા મુજબ પિચને આકાર આપી રહ્યું છે.