ઑસ્ટ્રેલિયા સામે એની જ ધરતી પર ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચ જીતવી કોઈ પણ ટીમ માટે સરળ કામ નથી. ભારતીય ટીમ ૨૦૧૮ બાદ ફરી એક વાર ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝની પહેલી ટેસ્ટ જીતી છે.
ભારતીય ટીમ
ઑસ્ટ્રેલિયા સામે એની જ ધરતી પર ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચ જીતવી કોઈ પણ ટીમ માટે સરળ કામ નથી. ભારતીય ટીમ ૨૦૧૮ બાદ ફરી એક વાર ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝની પહેલી ટેસ્ટ જીતી છે. આ સાથે ભારતીય ટીમે સાઉથ આફ્રિકાના રેકૉર્ડની બરાબરી કરી છે. સાઉથ આફ્રિકાએ ૨૦૦૮ અને ૨૦૧૬માં ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચ જીતીને લીડ મેળવી હતી. સાઉથ આફ્રિકન ટીમ બાદ ઑસ્ટ્રેલિયામાં આ કમાલ કરનાર ભારતીય ટીમ બીજી બની છે.
ઑસ્ટ્રેલિયામાં આવું કરનાર ત્રીજી ટીમ બની ભારતની
ADVERTISEMENT
પહેલી ઇનિંગ્સમાં ૧૫૦ કે એથી ઓછા રન બનાવીને ઑલઆઉટ થયા બાદ પણ ઑસ્ટ્રેલિયાને એની ધરતી પર હરાવનાર ભારતની ટીમ ત્રીજી બની છે. આ પહેલાં ઇંગ્લૅન્ડે ૧૮૮૭, ૧૮૮૮ અને ૧૮૯૪માં અને ન્યુ ઝીલૅન્ડે ૨૦૧૧માં આવો શાનદાર દેખાવ કર્યો હતો. ટેસ્ટ-ઇતિહાસમાં ભારત માટે આ ત્રીજી ટેસ્ટ છે જેમાં એ પહેલી ઇનિંગ્સમાં ૧૫૦ રનથી ઓછા સ્કોરમાં ઑલઆઉટ થયું હોય છતાં બીજી ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કરીને જીત્યું હોય. આ પહેલાં ભારત ૨૦૦૪માં વાનખેડે સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે ૧૦૪ રન અને ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ સામે અમદાવાદમાં ૧૪૫ રને ઑલઆઉટ થવા છતાં ટેસ્ટ જીત્યું હતું.