શ્રીલંકન ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે માત્ર ૫૮ રન બનાવી શકી હતી. એકતરફી જીત સાથે ગ્રુપ-Aમાં ટૉપ પર રહીને ભારતીય ટીમે સુપર સિક્સ રાઉન્ડમાં એન્ટ્રી મારી છે.
સુપર સિક્સ રાઉન્ડમાં પહોંચવાની ઉજવણી કરી ભારતીય ટીમે.
અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપ 2025માં શ્રીલંકાને ૬૦ રને હરાવીને ભારતીય વિમેન્સ ટીમ ટુર્નામેન્ટના ગ્રુપ-સ્ટેજમાં અજેય રહી છે. ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૧૮ રન બનાવ્યા હતા. શ્રીલંકન ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે માત્ર ૫૮ રન બનાવી શકી હતી. એકતરફી જીત સાથે ગ્રુપ-Aમાં ટૉપ પર રહીને ભારતીય ટીમે સુપર સિક્સ રાઉન્ડમાં એન્ટ્રી મારી છે.
આજથી સુપર સિક્સ રાઉન્ડનો રોમાંચ શરૂ થશે
૧૬ ટીમમાંથી ચાર ટીમ ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ છે. યજમાન મલેશિયા, પાકિસ્તાન, નેપાલ અને સમોઆ દેશની ટીમ પોતાના ગ્રુપમાં અંતિમ સ્થાન પર રહીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ૨૪થી ૨૯ જાન્યુઆરી સુધી છ-છ ટીમનાં બે ગ્રુપમાં સુપર સિક્સ રાઉન્ડ રમાશે. ભારતીય ટીમ ૨૬ જાન્યુઆરીએ બંગલાદેશ અને ૨૮ જાન્યુઆરીએ સ્કૉટલૅન્ડ સામે સુપર સિક્સ રાઉન્ડની મૅચ રમશે. ટૉપ ટીમો વચ્ચે ૩૧ જાન્યુઆરીએ સેમી ફાઇનલ અને બીજી ફેબ્રુઆરીએ ફાઇનલ મૅચ રમાશે.