કાઉન્ટી ચૅમ્પિયનશિપ માટે સસેક્સ ટીમે કરાર સમાપ્ત કર્યો
ચેતેશ્વર પુજારા
ભારતનો ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ ચેતેશ્વર પુજારા આવતા વર્ષની કાઉન્ટી ચૅમ્પિયનશિપ માટે સસેક્સ ટીમમાં નહીં રમે, કેમ કે ઇંગ્લૅન્ડની આ ક્લબે તેનો કરાર સમાપ્ત કર્યો છે. જોકે સસેક્સ તરફથી રમાયેલી છેલ્લી મૅચમાં પુજારાએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી અને મિડલસેક્સ સામે ૧૨૯ રનની ઇનિંગ્સ રમ્યો હતો. એ પહેલાં તેણે ડર્બીશર સામે ૧૧૩ રન બનાવ્યા હતા. આટલા ઉત્કૃષ્ટ પ્રદર્શન છતાં સસેક્સે સતત ત્રીજી ચૅમ્પિયનશિપમાં રમનાર આ ભારતીય ક્રિકેટરનો કરાર સમાપ્ત કર્યો છે.
હવે શું કરશે ચેતેશ્વર પુજારા?
ADVERTISEMENT
ચેતેશ્વર પુજારાને પાંચમી સપ્ટેમ્બરથી શરૂ થતી દુલીપ ટ્રોફીમાં સ્થાન નથી મળ્યું. હવે આ ખેલાડી રણજી ટ્રોફીમાં જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહે છે કે પુજારાની ભવિષ્યની રણનીતિ શું છે? ચેતેશ્વર પુજારા ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના મહાન ખેલાડીઓમાંનો એક છે. પ્રોફેશનલ ક્રિકેટમાં તેણે અત્યાર સુધી ૮૨ સદી ફટકારી છે. છેલ્લે ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ રમનાર ૩૬ વર્ષનો રાજકોટનો આ ખેલાડી ભારત માટે ૧૦૩ ટેસ્ટ અને માત્ર પાંચ વન-ડે રમ્યો છે, પણ હજી સુધી ભારત માટે T20માં ડેબ્યુ નથી કરી શક્યો.

