જોશ હેઝલવુડે બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં સંકેત આપ્યો છે કે તે ભારતીય ટીમને હળવાશથી લેશે નહીં. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘કદાચ આ કારમી હારથી ભારતનો એક સૂતેલો દિગ્ગજ જાગી જશે.
જોશ હેઝલવુડ
ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં સંકેત આપ્યો છે કે તે ભારતીય ટીમને હળવાશથી લેશે નહીં. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘કદાચ આ કારમી હારથી ભારતનો એક સૂતેલો દિગ્ગજ જાગી જશે. આ કારમી હારથી એનો આત્મવિશ્વાસ થોડો ડગમગી ગયો હશે. તેમના કેટલાક પ્લેયર્સ ઑસ્ટ્રેલિયામાં રમ્યા છે, પરંતુ કેટલાક બૅટ્સમેન એવા છે જેમને અહીં રમવાનો અનુભવ નથી. એથી તેમને સંપૂર્ણ ખાતરી નથી કે તે અહીં કેવા પ્રકારના પડકારનો સામનો કરશે. આ પરિણામ ચોક્કસપણે અમારા માટે સારું રહેશે. અમે આ માટે તૈયાર છીએ. જ્યારે પણ અમે ભારત સામે રમીએ છીએ ત્યારે ઍશિઝમાં રમવા જેવું હોય છે. મને વિશ્વાસ છે કે મૅચ જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં આવશે અને ટીવી-રેટિંગ પણ ખૂબ ઊંચું હોઈ શકે છે.’