આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ૧૦૦ એકર જમીન પર બનનારા આ સ્ટેડિયમમાં ૭૫,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી કૅપેસિટી હશે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
જયપુર જિલ્લાના ચૌંપ ગામમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવાનું છે અને એ માટે રાજસ્થાન ક્રિકેટ અસોસિએશને વેદાન્તા ગ્રુપ કંપની સાથે એમઓયુ પર સહીસિક્કા કર્યા છે. કંપની આ સ્ટેડિયમ બનાવવા પાછળ ૩૦૦ કરોડનો ખર્ચ કરશે. આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ૧૦૦ એકર જમીન પર બનનારા આ સ્ટેડિયમમાં ૭૫,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી કૅપેસિટી હશે.