બંગલાદેશમાં ચાલી રહેલા ટી૨૦ એશિયા કપની ત્રણ મૅચમાં બોલિંગમાં તેનો પર્ફોર્મન્સ ઘણો સારો હતો જેને લીધે તેને રૅન્કિંગમાં ત્રીજા સ્થાને આવવા મળ્યું છે.
ICC women’s T20 Ranking
દીપ્તિ શર્મા (જમણે) ટી૨૦ની બોલર્સમાં તથા ઑલરાઉન્ડર્સમાં ત્રીજે અને સ્મૃતિ મંધાના (ડાબે) બૅટર્સમાં થર્ડ નંબરે છે.
મહિલા ક્રિકેટની ટોચની ઑલરાઉન્ડર્સમાં ગણાતી પચીસ વર્ષની ઑફ-સ્પિનર દીપ્તિ શર્મા ટી૨૦ની ઑલરાઉન્ડર્સમાં ઘણા સમયથી ત્રીજા નંબરે છે, પરંતુ ગઈ કાલે તેણે બોલર્સમાં પણ કરીઅર-બેસ્ટ થર્ડ રૅન્ક મેળવ્યો હતો. બંગલાદેશમાં ચાલી રહેલા ટી૨૦ એશિયા કપની ત્રણ મૅચમાં બોલિંગમાં તેનો પર્ફોર્મન્સ ઘણો સારો હતો જેને લીધે તેને રૅન્કિંગમાં ત્રીજા સ્થાને આવવા મળ્યું છે.
દીપ્તિએ પાકિસ્તાન સામે ૨૭ રનમાં ત્રણ, બંગલાદેશ સામે ૧૩ રનમાં બે અને થાઇલૅન્ડ સામે ૧૦ રનમાં બે વિકેટ લીધી હતી.
ટી૨૦ બોલર્સમાં ઇંગ્લૅન્ડની સૉફી એકલ્સ્ટન નંબર-વન અને ઇંગ્લૅન્ડની સારા ગ્લેન બીજા નંબરે છે. દીપ્તિએ સાઉથ આફ્રિકાની શબનિમ ઇસ્માઇલ, વેસ્ટ ઇન્ડીઝની હૅલી મૅથ્યુઝ અને ઑસ્ટ્રેલિયાની મેગન શટને પાછળ રાખીને ત્રીજો રૅન્ક મેળવ્યો છે.