India Probable Playing XI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની સુપરહિટ મેચ 29 ઑક્ટોબરે રમાનારી છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ઇલેવનમાં કયા ફેરફાર થશે. આને લઈને અત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ટીમ ઈન્ડિયાની ફાઈલ તસવીર
India Probable Playing XI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની સુપરહિટ મેચ 29 ઑક્ટોબરે રમાનારી છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ઇલેવનમાં કયા ફેરફાર થશે. આને લઈને અત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
India Probable Playing XI : વર્લ્ડ કપમાં (World Cup) ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે મેચ 29 ઑક્ટોબરે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેઇ ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ (Bharat Ratna Shri Atal Bihar vajpayee Ekana Cricket Stadium, Lucknow)માં રમવામાં આવશે. ભારતીય ટીમ આ સમયે વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી તો બીજી તરફ ઇંગ્લેન્ડ માટે આ મેચ કરો યા મરોવાળી હશે. જણાવવાનું કે ભારતીય ટીમે અત્યાર સુધી 5 મેચમાંથી 5 મેચ જીતવામાં સફળ રહી છે અને પૉઈન્ટ્સ ટેબલ (World Cup Points Table)માં નંબર 2 પર છે. જણાવવાનું કે ઇંગ્લેન્ડની ટીમ આ સમયે પૉઈન્ટ્સ ટેબલમાં 9મા નંબર પર છે.
ADVERTISEMENT
પિચને જોતા અશ્વિનને મળી શકે છે તક
જણાવવાનું કે અટલ બિહારી વાજપેઇ ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ સ્પિનરોને મદદ કરે છે. અહીં બૅટ્સમેન માટે રન્સ ફટકારવા મુશ્કેલ બને છે. આ પિચ પર 300 રન કરવા ખૂબ જ મુશ્કેલ છે અને કઈ ટીમે પહેલા રમતા 300 રન્સ કરી લીધા તો પછી બૅટિંગ કરનારી ટીમ માટે રન્સ અને સ્કોર ચેસ કરવો મુશ્કેલ થઈ જશે. જણાવવાનું કે આ મેદાન પર અત્યાર સુધી કુલ 12 વનડે મેચ રમવામાં આવી છે જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમને 3 વાર જીત મળી છે. આ પહેલા બૉલિંગ કરનારી ટીમ 9 મેચમાં જીત હાંસલ કરવામાં સફળ રહી છે.
આ મેદાન પર સૌથી મોટો વનડે સ્કોર 311 રન્સ છે તો 157 રન્સ આ મેદાન પર સૌથી નાનો સ્કોર રહ્યો છે. આ મેદાન પર સૌથી વધુ સ્કોર 163 રન્સને ચેસ કરવામાં આવ્યો છે. તો 248 રન્સને આ મેદાન પર ડિફેન્ડ કરવામાં આવ્યો છે. હકીકતે, આ મેદાન પર વર્લ્ડ કપમાં એડમ જેમ્પા અને મુજીબે અત્યાર સુધી 5-5 વિકેટ્સ લીધી છે. જેથી આશા છે કે અશ્વિનને ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.
અશ્વિનને મળી તક તો કોણ થશે બહાર?
જો પિચને જોતા અશ્વિનને સામેલ કરવામાં આવે છે તો શમી અથવા સિરાજમાંથી કોઈ એકને બહાર જવું પડી શકે છે. છેલ્લી મેચમાં શમીએ 5 વિકેટ્સ લીધી હતી. એવામાં તેનું બહાર જવું મુશ્કેલ છે. અશ્વિનને તક મળી તો ચોક્કસ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે.
ભારતીય સંભવતઃ પ્લેઇંગ XI
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ/ મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ.