ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કહી દીધું કે અમારી મૅચો દુબઈમાં ગોઠવો
ભારતીય ટીમ પ્લેયર
આવતા વર્ષે રમાનારી ચૅમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય એવો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જણાવ્યું છે કે અમારા આ નિર્ણય પાછળ સિક્યૉરિટીની ચિંતા કારણભૂત છે. આ ઉપરાંત ભારતે પોતાની તમામ મૅચો દુબઈમાં રમાડવામાં આવે એવી ઇચ્છા પણ પાકિસ્તાની બોર્ડ સમક્ષ મૂકી છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આ ૫૦-૫૦ ઓવરની ટુર્નામેન્ટમાં જગતની ટોચની ૮ ટીમો ભાગ લેવાની છે. ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી રમાવાની છે.
ADVERTISEMENT
ગયા મહિને ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની મીટિંગ માટે ઇસ્લામાબાદ ગયા ત્યારે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશપ્રધાન મુહમ્મદ ઇશાક દરને મળ્યા હતા. આ મીટિંગ પછી બન્ને દેશો વચ્ચેના ક્રિકેટ-સંબંધો સુધરશે એવી પાકિસ્તાનમાં આશા જાગી હતી, પણ ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના વલણમાં કોઈ બદલાવ નથી કર્યો.