ફાસ્ટ બોલર વિનય કુમાર (ત્રણ વિકેટ) અને સ્પિનર શાહબાઝ નદીમ (બે વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે તેઓ ઇન્ડિયા માસ્ટર્સને ૧૪૯ રનનો જ ટાર્ગેટ આપી શક્યા હતા.
કૅપ્ટન સચિન તેન્ડુલકરે ૧૮ બૉલમાં પચીસ રન ફટકાર્યા હતા અને રાયુડુ સાથે ૬૭ રનની ભાગીદારી કરી હતી.
બાવીસ ફેબ્રુઆરીથી ૬ દેશના રિટાયર્ડ પ્લેયર્સ વચ્ચે ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ શરૂ થઈ હતી. ગઈ કાલે રાયપુરમાં આ લીગની પહેલી સીઝનની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સને ૬ વિકેટે હરાવી ઇન્ડિયા માસ્ટર્સ ચૅમ્પિયન બન્યું હતું.
ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે સાત વિકેટ ગુમાવીને ૧૪૮ રન ફટકાર્યા હતા. ફાસ્ટ બોલર વિનય કુમાર (ત્રણ વિકેટ) અને સ્પિનર શાહબાઝ નદીમ (બે વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે તેઓ ઇન્ડિયા માસ્ટર્સને ૧૪૯ રનનો જ ટાર્ગેટ આપી શક્યા હતા. કૅપ્ટન સચિન તેન્ડુલકર (૧૮ બૉલમાં પચીસ રન) અને ઓપનર અંબાતી રાયુડુ (૫૦ બૉલમાં ૭૪ રન)ની ૬૭ રનની પાર્ટનરશિપના આધારે ઇન્ડિયા માસ્ટર્સે ચાર વિકેટના નુકસાન સાથે આ ટાર્ગેટ ૧૭.૧ ઓવરમાં સરળતાથી ચેઝ કરી લીધો હતો.

