બુધવારે વેસ્ટ ઇન્ડીઝ સતત ત્રીજી મૅચ હારી જતાં ભારત અને યજમાન સાઉથ આફ્રિકા બીજી ફેબ્રુઆરીની ફાઇનલમાં પહોંચી ગઈ છે
ભારત વિમેન્સ ટી૨૦ ટ્રાઇ-સિરીઝની ફાઇનલમાં
સાઉથ આફ્રિકામાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ ટ્રાયેન્ગ્યુલર ટી૨૦ ટુર્નામેન્ટ રમવા ગઈ છે. ત્યાં બુધવારે વેસ્ટ ઇન્ડીઝ સતત ત્રીજી મૅચ હારી જતાં ભારત અને યજમાન સાઉથ આફ્રિકા બીજી ફેબ્રુઆરીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. જોકે આજે (રાતે ૧૦.૩૦ વાગ્યાથી) આ જ બે ફાઇનલિસ્ટ ટીમ વચ્ચે મૅચ રમાશે જે ફાઇનલનું રિહર્સલ ગણાશે.
વિમેન્સ વર્લ્ડ કપ માટે આઇસીસીની ઑલ-ફીમેલ પૅનલ
ADVERTISEMENT
આગામી ૧૦ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકામાં જે આઇસીસી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ રમાશે એમાં તમામ મહિલા મૅચ રેફરી અને મહિલા અમ્પાયર્સ હશે. ગઈ કાલે આઇસીસીએ ઑલ-ફીમેલ પૅનલ જાહેર કરી હતી, જેમાં ત્રણ રેફરી અને ૧૦ અમ્પાયર્સનો સમાવેશ હશે. તાજેતરમાં રણજી ટ્રોફીમાં ભારતની વૃંદા રાઠી અને જનાની નારાયણને અમ્પાયરિંગ કરીને ભારતની આ સર્વોચ્ચ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં નવા ઇતિહાસનું સર્જન કર્યું હતું. આઇસીસીએ વિશ્વકપ માટે જે અમ્પાયર્સ નિયુક્ત કરી છે એમાં વૃંદા તથા જનાનીનો સમાવેશ છે. ભારતની જ જી. એસ. લક્ષ્મીને મૅચ-રેફરી બનાવાઈ છે.
સાનિયા મિર્ઝાનું સપનું ચકનાચૂર
કરીઅરના છેલ્લા ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ સાથે રિટાયર થવાનું સપનું જોતી ટોચની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી ઑસ્ટ્રેલિયન ઓપનની મિક્સ્ડ-ડબલ્સની ફાઇનલમાં હારી જતાં સાનિયા કુલ ૬ મેજર ટ્રોફી સાથે આવતા મહિને કારકિર્દી પૂરી કરશે. સાનિયા-રોહનનો ફાઇનલમાં બ્રાઝિલના લુઇસા સ્ટેફાની અને રાફેલ મૅટાઑસ સામે ૨-૭, ૨-૬થી પરાજય થયો હતો.