ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્રાઈસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલ પહેલી ટેસ્ટ જીતીને ભારતને ફાઈનલમાં પહોંચાડી દીધી.
World Test Championship
તસવીર સૌજન્ય : બીસીસીઆઈ ટ્વિટર
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્રાઈસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલ પહેલી ટેસ્ટ જીતીને ભારતને ફાઈનલમાં પહોંચાડી દીધી. ભારતને ફાઈનલમાં પહોંચાડવા માટે બે ટેસ્ટમાંથી કોઈપણ એકમાં શ્રીલંકાની હાર અથવા ડ્રૉની જરૂર હતી. ન્યૂઝીલેન્ડે લંકન ટીમને હરાવીને ભારતને મોટી ખુશી આપી છે. હવે ભારત અને ઑસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચના પરિણામની કોઈ અસર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના સમીકરણ ઉપર નહીં પડે.
ભારત સતત બીજીવાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યું છે. છેલ્લે 2021માં તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારનો સામનો કર્યો હતો. આ વખતે ન્યૂઝીલેન્ડે જ તેને ફાઈનલમાં પહોંચવામાં મદદ કરી છે. આ વખતે ટીમ ઈન્ડિયાન ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. બન્ને ટીમ વચ્ચે હજી ચાર ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ રહી છે. જેમાં ભારત 2-1થી આગળ છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સાતથી 11 જૂન સુધી ઈન્ગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં રમવામાં આવશે.
ADVERTISEMENT
India have qualified for the World Test Championship final!
— ICC (@ICC) March 13, 2023
They`ll take on Australia at The Oval for the #WTC23 mace!
More: https://t.co/75Ojgct97X pic.twitter.com/ghOOL4oVZB
શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ મેચમાં શું થયું?
મેચની વાત કરીએ ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય લીધો. શ્રીલંકાએ પહેલી ઈનિંગમાં 355 રન્સ કર્યા. તો, ન્યૂઝીલેન્ડે પહેલી ઈનિંગમાં 373 રન્સ કર્યા. આ રીતે તેને પહેલી ઈનિંગમાં 18 રન્સની લીડ મળી. શ્રીલંકાએ બીજી ઈનિંગમાં 302 રન્સ કર્યા. ન્યૂઝીલેન્ડને બીજી ઈનિંગમાં જીતવા માટે 285 રન્સનું ટારગેટ મળ્યું. કેન વિલિયમ્સનની સેન્ચુરીને કારણે મેચમાં પાંચમા અને છેલ્લે દિવસે છેલ્લા બૉલ પર શ્રીલંકાને હરાવી દીધી.
આ પણ વાંચો : Oscar 2023:ઑસ્કર વિજેતા ડૉક્યુમેન્ટરીની શું છે વાર્તા?જેનાથી વિદેશીઓ ઈમ્પ્રેસ...
વિલિયમ્સનની મેરેથોન ઈનિંગ
વિશ્વના દિગ્ગજ બેટ્સમેનમાંના એક કેન વિલિમ્સને બીજી ઈનિંગમાં લક્ષ્યનો પીછો પકડતા મેરેથૉન ઈનિંગ ફટકારી. તેણે છેલ્લે સુધી પોતાની વિકેટને સાચવી રાખી. એક તરફ સતત વિકેટ્સ પડી રહી હતી તો બીજી તરફ વિલિયમ્સન રન્સ ફટકારી રહ્યો હતો. તેણે 121 રન્સ નોટઆઉટ ફટકાર્યા. 194 બૉલ્સમાં વિલિયમ્સને 11 ચોગ્ગા ફટકાર્યા. તેણે પોતાની બેટથી એક છગ્ગો પણ ફટકાર્યો. ન્યૂઝીલેન્ડ માટે ડેરેલ મિચેલે 81 રન્સની ઈનિંગ રમ્યો. ટૉમ લાથને 25 અને હેનરી નિકોલ્સે 20 રન્સ કર્યા. માઈકલ બ્રેસવેલે મહત્વપૂર્ણ 10 રન્સ કર્યા.