૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય ટીમે પાકિસ્તાન સામે દ્વિપક્ષીય સિરીઝ રમી નથી. બન્ને ટીમો માત્ર ICC અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે.
જય શાહ, રાજીવ શુક્લા
પાકિસ્તાન ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી ODI ફૉર્મેટમાં રમાનારી ICC ચૅમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની યજમાની કરવા જઈ રહ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમારી નીતિ એવી છે કે અમે હંમેશાં ઇન્ટરનૅશનલ ટૂર માટે સરકારની પરવાનગી માગીએ છીએ. સરકાર નક્કી કરે છે કે અમારી ટીમે કોઈ પણ દેશની ટૂર કરવી જોઈએ કે નહીં. સરકાર આ મામલે જે પણ નિર્ણય લેશે અમે એનું પાલન કરીશું.’
૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય ટીમે પાકિસ્તાન સામે દ્વિપક્ષીય સિરીઝ રમી નથી. બન્ને ટીમો માત્ર ICC અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે. પાકિસ્તાનની ટીમ સાત વર્ષના લાંબા ગાળા બાદ ICC ODI વર્લ્ડ કપ માટે ગયા વર્ષે ભારતની ધરતી પર આવી હતી.