બૉલ-વિવાદમાં ફસાયો વિકેટકીપર ઈશાન કિશન
ગઈ કાલે બૉલ બદલવાને લીધે ઈશાન કિશન અને અમ્પાયર વચ્ચે વિવાદ થયો હતો.
ભારત-ઑસ્ટ્રેલિયાની A ટીમ વચ્ચેની પહેલી બિનસત્તાવાર ટેસ્ટ મૅચમાં યજમાન ટીમે ૭ વિકેટે જીત મેળવી હતી. ચાર દિવસની આ મૅચમાં પહેલી ઇનિંગ્સમાં ભારત ૧૦૭ રન અને ઑસ્ટ્રેલિયા ૧૯૫ રન કરીને ઑલઆઉટ થઈ ગયાં હતાં. જ્યારે બીજી ઇનિંગ્સમાં બન્ને ટીમનો સ્કોર અનુક્રમે ૩૧૨ અને ૩ વિકેટે ૨૨૬ રન હતો. બન્ને ટીમ વચ્ચે બીજી ફર્સ્ટ ક્લાસ મૅચ ૭ નવેમ્બરથી મેલબર્નમાં રમાશે. બીજી ઇનિંગ્સમાં સાઈ સુદર્શન (૧૦૩ રન), દેવદત્ત પડિક્કલ (૮૮ રન) શાનદાર ઇનિંગ્સ રમ્યા હતા, જ્યારે બોલિંગમાં મુકેશકુમારે કુલ ૬ વિકેટ લીધી હતી.