છ દિવસ પહેલા એટલે કે ત્રણ જાન્યુઆરીના બીસીસીઆઈએ બુમરાહને સ્ક્વૉડમાં સામલે કરવાની માહિતી આપી હતી. બીસીસીઆઈએ પણ આ મામલે અધિકારિક પુષ્ઠિ કરી દીધી છે. જો કે, તેમણે કોઈ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.
જસપ્રીત બુમરાહ (ફાઈલ તસવીર)
ભારતીય ક્રિકેટ ટીમમાં (Indian Cricket Team) અસમંજસની સ્થિતિ જળવાયેલી છે. છ દિવસ પહેલા શ્રીલંકા વિરુદ્ધ વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં `સ્પેશિયલ` એન્ટ્રી મેળવનાર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) હવે આ સીરિઝમાંથી પણ બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ બુમરાહને આટલા જલ્દી એક્શનમાં પાછા ન લેવા અને ફિટનેસના આધારે તેને સીરિઝમાં આરામ આપવાનો નિર્ણય લીધો છે. તો છ દિવસ પહેલા એટલે કે ત્રણ જાન્યુઆરીના બીસીસીઆઈએ બુમરાહને સ્ક્વૉડમાં સામલે કરવાની માહિતી આપી હતી. બીસીસીઆઈએ પણ આ મામલે અધિકારિક પુષ્ઠિ કરી દીધી છે. જો કે, તેમણે કોઈ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.
પીઠમાં થયેલી ઈજા થકી બુમરાહ સપ્ટેમ્બર 2022થી ટીમ ઈન્ડિયામાંથી બહાર હતો. તે એશિયા કપ અને ટી20 વિશ્વકપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. ઈજામાંથી સ્વસ્થ થયા બાદ તે લાંબા સમયથી નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ કરી રહ્યો હતો. તાજેતરમાં જ એનસીએએ બુમરાહને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરી દીધો હતો.
ADVERTISEMENT
ત્રણ જાન્યુઆરીના તેને શ્રીલંકા વિરુદ્ધ વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ મહત્વની ટેસ્ટ સીરિઝ પહેલા બુમરાહના ભારતીય ટીમમાં સામેલ થવાથી ચાહકો ખૂબ જ ખુશ હતા. જો કે, હવે ફરીથી ચાહકોને આંચકો લાગ્યો છે. બુમરાહ ગુવાહાટી પણ નથી પહોંચ્યો. ગુવાહાટીમાં જ ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડે મેચ રમશે.
29 વર્ષના જસપ્રીત બુમરાહે ભારત માટે છેલ્લી મેચ 25 સપ્ટેમ્બરે રમી હતી. તે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ હતો. તો, પોતાની છેલ્લી વનડે મેચ તે ઈન્ગ્લેન્ડ વિરુદ્ધ 14 જુલાઈએ રમ્યો હતો. ટી20 વિશ્વકપ 2022 દરમિયાન ભારતને બુમરાહની ઓછ વર્તાઈ અને સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય બૉલરને કોઈ વિકેટ મળી નહીં.
માનવામાં આવી રહ્યું છે કે ટીમ મેનેજમેન્ટે એનસીએની સલાહ પર આ નિર્ણય લીધો છે. વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા બીસીસીઆઈ કોઈપણ રિસ્ક લેવા નથી માગતી. આ જ કારણે છેલ્લી ઘડીએ જસપ્રીત બુમરાહને સીરિઝમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી તેને કમબૅક માટે સંપૂર્ણ સમય મળી શકે.
આ પણ વાંચો : ટીમના કૅપ્ટન તરીકેની સફળતા માટે પંડ્યાએ નેહરાને આપ્યું શ્રેય
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, બુમરાહને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ-ત્રણ મેચની વનડે અને ટી20 સીરીઝ રમશે. આની શરૂઆત 18 જાન્યુઆરીથી થશે. બુમરાહ સિવાય કૅપ્ટન રોહિત શર્મા, વાઈસ-કેપ્ટન કેએલ રાહુલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર સહિત ભારતીય ટીમના અન્ય સભ્યો, જે ટી20 સીરિઝ માટે ટીમનો ભાગ નહોતા, ગુવાહાટીમાં ટીમમાં સામેલ થઈ ચૂક્યા છે.
શ્રીલંકા વિરુદ્ધ વનડે સીરિઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પાંડ્યા(વાઈસ કૅપ્ટન), વૉશિંગટન સુંદર, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, ઉમપાન મલિક, અર્શદીપ સિંહ.
આ પણ વાંચો : બાબર આઝમ પાસેથી લઈ લેવાશે ટેસ્ટ ટીમની કૅપ્ટન્સી?
ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સીરિઝનું શેડ્યૂલ
પહેલી વનડે મેચ, 10 જાન્યુઆરી, ગુવાહાટી
બીજી વનડે મેચ, 12 જાન્યુઆરી, કોલકાતા
ત્રીજી વનડે મેચ, 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ